
કોમેડીથી દર્શકોને હસાવનાર અક્ષય કુમાર હવે એકદમ ડાર્ક અને ખતરનાક અવતારમાં જોવા મળવાનો છે. ‘હૈવાન’ નું ટ્રેલર ઈશારો કરે છે કે, આ વખતે તેનું પાત્ર કેટલું રહસ્યમય અને ખોફનાક રહેવાનું છે. પ્રિયદર્શનના ડાયરેક્શનમાં બનેલી આ એક્શન-થ્રિલર દ્વારા અક્ષય કુમાર અને સૈફ અલી ખાન લગભગ 17 વર્ષ પછી એકવાર ફરી સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
લગભગ 2 મિનિટ 34 સેકન્ડનું ટ્રેલર શરૂઆતથી જ ખૂબ ઈન્ટેન્સ લાગે છે. આમાં બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે, ‘સર એણે મને જોઈ લીધો સર… હવે એ મને મારી નાખશે, મને બચાવી લો, એના હાથમાં ચાકુ છે.’ પછી જોરથી બૂમ પાડવાનો અવાજ આવે છે. ત્યારે જ સૈફ અલી ખાન દેખાય છે, જેને અક્ષય ખૂબ જ શાતિર નજરથી જુએ છે.
ત્યારબાદ શહેરમાં મર્ડરનો ખોફ વધે છે, કારણ કે એક કિલર સતત લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો હોય છે. સૈફના પાત્રને દ્રષ્ટિહીન (અંધ) વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યું છે, જે આ આખી મિસ્ટ્રીની વચ્ચે ફસાઈ જાય છે.
વાર્તામાં અસલી ટ્વિસ્ટ ત્યારે આવે છે, જ્યારે એક દ્રષ્ટિહીન લિફ્ટમેન, જે સિંગલ ફાધર પણ છે, તે એક ખતરનાક ક્રિમિનલને મર્ડર કરતા જોઈ લે છે. કિલરને લાગે છે કે, એ વ્યક્તિ તેને ઓળખી જ શકતો નથી, તેથી તેનો ભેદ ક્યારેય સામે નહીં આવે. અહીં ગેમ પૂરી રીતે પલટાઈ જાય છે. સૈફના પાત્રની સાંભળવાની ક્ષમતા, સૂંઘવાની તાકાત અને માત્ર અવાજ પરથી લોકોને ઓળખી લેવાની સ્કિલ તેને આ મર્ડરની ગૂંચવણ ઉકેલવામાં મદદ કરે છે.
#Haiwaan Trailer Is Stunning
Dark, intriguing, suspenseful and mysterious, it conveys the theme and tonality of the film without revealing anything about what this #Haiwaan intends to do.
All set to catch #AkshayKumar in a never-seen-before avtar with no regrets, no holds bar… pic.twitter.com/1rGuTy4Ilt
— Joginder Tuteja (@Tutejajoginder) August 25, 2026
Haiwaan નું ટ્રેલર જોઈને જોગિંદર ટુટેજાએ લખ્યું, ”હૈવાનનું ટ્રેલર શાનદાર છે. આમાં રોમાંચ, સસ્પેન્સ અને રહસ્યનું જબરદસ્ત કોમ્બિનેશન જોવા મળે છે. ટ્રેલર ફિલ્મની વાર્તા અને તેના પૂરા મૂડને સારી રીતે દર્શાવે છે. સાથે જ આ સસ્પેન્સ પણ બનાવી રાખે છે કે, આખરે ‘હૈવાન’ નો અસલી મકસદ શું છે? #AkshayKumar ને એક બિલકુલ નવા અવતારમાં જોવા માટે તૈયાર થઈ જાઓ, જ્યાં એનો બેબાક અને દમદાર અભિનય જોવા મળશે. ત્યાં જ #SaifAliKhan ને એક અંધ અને પ્રતાડિત વ્યક્તિના પાત્રમાં જોવા રસપ્રદ રહેશે. હવે 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં પ્રિયદર્શનની ફિલ્મને જોવા માટે તૈયાર થઈ જાઓ.”
#Haiwaan trailer is giving massive spine chilling, edge of your seat thriller survival vibes. Intense and lightning fast.
And Akshay Kumar… He looks absolutely TERRIFYING. Full beast mode. Probably his most ruthless avatar in years. pic.twitter.com/L6M3DsNBg6
— अपना Bollywood (@Apna_Bollywood) August 25, 2026
એક્સ (X) પર એક યુઝરે લખ્યું, ”અક્ષય કુમાર વિલનના રોલમાં… સૈફ અલી ખાન અંધ છે પણ શક્તિહીન નહીં, પ્રિયદર્શન એકવાર ફરી કેમેરાની પાછળ.” એક બીજા યુઝરે લખ્યું, ”હૈવાનનું ટ્રેલર જોવામાં 2016ની ફિલ્મ ‘હશ’ પર બેસ્ડ હોય તેવું લાગે છે. જો કે, આ વર્ષ 2016 માં બનેલી ફિલ્મ ‘ઓપ્પમ’ ની રીમેક છે. એક વર્ડમાં રિવ્યૂ: સારી છે, પણ એટલી રસપ્રદ નથી… પહેલા દિવસે 7 કરોડથી વધુની ઓપનિંગ.” એક અન્ય યુઝરે લખ્યું, ”#Haiwaan નું ટ્રેલર રૂવાડાં ઊભા કરી દેનારું, દિલ થંભાવી દેનારું થ્રિલર અને સરવાઈવલનો અહેસાસ કરાવી રહ્યું છે. જબરદસ્ત અને હાઈ સ્પીડ. અક્ષય કુમાર… તે ખૂબ જ ડરાવનો લાગી રહ્યો છે. એકદમ ખુંખાર. કદાચ વર્ષોમાં તેમનો આ સૌથી ક્રૂર અવતાર છે.”