Haryana violence : હરિયાણા હિંસા પર કરવામાં આવેલ એક ટ્વિટને ફિલ્મ અભિનેતા ગોવિંદા (Govinda)ના ટ્વિટર હેન્ડલ પરથી રીટ્વીટ કરવામાં આવ્યું હતું. ગોવિંદાના હેન્ડલ પરથી તે ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે જે લોકો પોતાને હિંદુ કહે છે અને આવું કામ કરે છે તેમને શરમ આવવી જોઈએ. આ ટ્વીટ આવ્યા બાદ ગોવિંદા ટ્રોલ થવા લાગ્યા અને થોડા સમય બાદ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી. જો કે, હવે ગોવિંદાએ દાવો કર્યો છે કેતેણે આવું કાંઈ લખ્યું નથી. પરંતુ કોઈએ તેનું ટ્વિટર હેન્ડલ હેક કર્યું છે.
ગોવિંદાએ ગુરુવારના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો છે અન્ પોતાનું એકાઉન્ટ હેક થવાની જાણકારી આપી, તેમણે આ દરમિયાન કહ્યું કે, હું વર્ષોથી ટ્વિટરનો ઉપયોગ કરતો નથી. ગોવિંદાએ કહ્યું, તે આ મામલે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરશે. તમને જણાવી દઈએ કે, ગોવિંદાના ટ્વિટર એકાઉન્ટપરથી ટ્વિટ ડિલીટ થઈ ગયું છે. હવે તે જોવા મળી રહ્યું નથી.
આ પણ વાંચો : ‘Gadar 2’નું એડવાન્સ બુકિંગ શરુ થતાં જ થિયેટર એક અઠવાડિયા માટે હાઉસફુલ થયા, ડિરેક્ટરે કહ્યું ‘ભગવાન મહેરબાન’
ગોવિંદાએ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં કહ્યું, હરિયાણા પર થયેલા ટ્વિટ સાથે મહેરબાની કરી મને ના જોડો. કારણ કે, હું ટ્વિટરનો ઉપયોગ છેલ્લા અનેક વર્ષોથી કરતો નથી. ટ્વિટરને કોઈએ હેક કર્યું છે. મારી ટીમ ના પાડી રહી છે કે, તેમણે આવું કાંઈ કર્યું નથી. મારી ટીમ મને પુછ્યા વગર ટ્વિટ નહિ કરે.ગોવિંદાએ કહ્યું બની શકે છે કે હવે આ ચૂંટણીનો તબક્કો ચાલવાનો છે, તેથી કોઈએ વિચાર્યું હશે કે મારે કોઈ પક્ષમાંથી આગળ ન આવવું જોઈએ.પરંતુ તે હેક થઈ ગયું છે. હું આ વિશે ક્યારેય વાત કરતો નથી.
મોહમ્મદ આસિફ ખાન નામના એક ટ્વિટર યુઝરે ગુરુગ્રામનો એક વીડિયો શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે, ભીડે મુસલમાનોની દુકાનમાં લુંટ કરી છે. આ ટ્વિટને ગોવિંદાના અકાઉન્ટથી રીટ્વિટ કરવામાં આવ્યું છે અને લખ્યું કે, એ લોકોને શરમ આવવી જોઈએ પોતાને હિન્દુ કહે છે અને આવા કામ કરે છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો