ડ્રગ્સ મામલે રીયા ચક્રવર્તીથી લઈ ભરતી સિંહ સુધી આ સિતારાઓ આવી ચૂક્યા છે NCBના સકંજામાં

|

Oct 04, 2021 | 9:57 AM

Drugs Case on Bollywood Stars: બોલિવૂડ (Bollywood) ના ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છેલ્લા કેટલાક સમયથી NCBના રડાર માં છે. ચાલો આજે આપણે અહી જાણીશું કે કેટલા સ્ટાર્સ ડ્રગ્સ મામલે NCBના હાથે ચડી ચૂક્યા છે

ડ્રગ્સ મામલે રીયા ચક્રવર્તીથી લઈ ભરતી સિંહ સુધી આ સિતારાઓ આવી ચૂક્યા છે NCBના સકંજામાં
From Riya Chakraborty to Bharti Singh, these stars have come under the scrutiny of NCB.

Follow us on

NCBએ શનિવારે સાંજે મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા અને ડ્રગ્સ પાર્ટી કરતા 12 લોકોની ધરપકડ કરી હતી (Aryan Khan Drug Case), જેમાં 9 યુવકો અને 3 યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી. જેની NCB કસ્ટડીમાં પૂછપરછ કરી રહી છે. બોલિવૂડ (Bollywood) ના ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છેલ્લા કેટલાક સમયથી NCBના રડાર માં છે. ચાલો આજે આપણે અહી જાણીશું કે કેટલા સ્ટાર્સ ડ્રગ્સ મામલે NCBના હાથે ચડી ચૂક્યા છે. ચાલો જોઈએ આ લિસ્ટ

અર્જુન રામપાલ (Arjun Rampal) ની ગર્લફ્રેન્ડ ગેબ્રીએલાના ભાઈની તાજેતરમાં NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગેબ્રિએલાના ભાઈ અગીસિલાઓસ પાસેથી ડ્રગ્સ મળી આવ્યા હતા, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. એગિસિલોસની ડ્રગ્સ કેસમાં ગોવાથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ NCBએ બે વખત બોલિવૂડમાં ડ્રગ્સ લેવાના આરોપમાં ગેબ્રિયેલાના ભાઈની બે વખત ધરપકડ કરી છે.

પ્રતિકાત્મક ફોટો

નાસિકના ઇગતપુરીમાં રેવ પાર્ટી પર દરોડા દરમિયાન પોલીસે ડ્રગ્સ લેતા લોકોની ધરપકડ કરી હતી. આ પાર્ટીમાંથી લગભગ 22 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની વચ્ચે મરાઠી ફિલ્મોની અભિનેત્રી હિના પંચાલ (Heena Panchal) હતી. નાસિક રૂરલ પોલીસે (Nasik Police) ઇગતપુરીમાં રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જેમાં હિના સિવાય વિદેશી મહિલા, મરાઠી અને સાઉથની ફિલ્મોમાં કામ કરતી 5 અભિનેત્રીઓ અને બે મહિલા કોરિયોગ્રાફરો સહિત 22 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ગયા વર્ષે નવેમ્બરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈમાં તેમના ઘરેથી ડ્રગ્સ જપ્ત કર્યા બાદ હાસ્ય કલાકાર ભારતી  સિંહ (Comedian Bharti Singh) અને તેમના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરી હતી. NCB એ આ કપલને ઓફિસ અને ઘરની તલાશી લીધી હતી અને બંને સ્થળોએથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ની ગયા વર્ષે ડ્રગ એન્ગલમાં ધરપકડ કરવામાં આવી હતી જે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Shushant Sinh Rajput) ના મૃત્યુ પછી સામે આવી હતી અને બાદમાં તેને જામીન આપવામાં આવ્યા હતા. તેના પર સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે. આ કેસમાં રિયાની સાથે તેના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી.

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ NCB દ્વારા બોલિવૂડની ઘણી અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone), સારા અલી ખાન (Sara Ali khan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને રકુલ પ્રીત સિંહના નામ સામેલ છે. જો કે,આમાથી કોઈને પણ કોઈ ગેરરીતિ માટે સજા કરવામાં આવી ન હતો.

ઉત્તર ગોવાના વાગટોર ગામમાં બોલિવૂડ અભિનેતા કપિલ ઝાવેરી (Kapil zaveri) ના વિલામાં રેવ પાર્ટી પર દરોડા પાડીને પોલીસે અભિનેતા અને ત્રણ મહિલા વિદેશી નાગરિકો સહિત 23 લોકોની ધરપકડ કરી હતી. COVID-19 રોગચાળા વચ્ચે ચાલી રહેલી આ પાર્ટીમાં, નવ લાખ રૂપિયાથી વધુની કિંમતના માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા.

ઝવેરીએ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે અને હાલમાં ગોવામાં રહે છે. તેમની કેટલીક ફિલ્મોમાં ‘દિલ પરદેસી હો ગયા’ અને ‘ઇશ્ક વિશ્ક’ નો સમાવેશ થાય છે.

Armaan Kohli – File Photo

અરમાન કોહલી (Arman kohli) ની ધરપકડ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા તેના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પ્રતિબંધિત માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભીખુભાઇ દલસાણીયાના શુભેચ્છા સમારંભમાં હાજરી આપી

આ પણ વાંચો: Britain Passenger New Rule: બ્રિટિશ નાગરિકોએ આજથી 10 દિવસ માટે ક્વોરન્ટાઈન રહેવુ પડશે, રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના

Next Article