બોલિવૂડમાં ઘાયલ અને દામિની જેવી સુપરહિટ બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર ફેમસ ફિલ્મમેકર રાજકુમાર સંતોષી લગભગ 9 વર્ષ પછી નિર્દેશનમાં પરત ફરી રહ્યા છે. આ સાથે તેમને પોતાની અપકમિંગ ફિલ્મને લઈને પણ જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે રાજકુમાર સંતોષી જાન્યુઆરી 2023માં ફિચર ફિલ્મ ‘ગાંધી ગોડસે-એક યુદ્ધ’ સાથે ફરીથી નિર્દેશનમાં ફરી એકવાર પરત ફરી રહ્યા છે. પરંતુ ફિલ્મની સ્ટારકાસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
ગુરુવારે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને એક વીડિયો સાથે ફિલ્મની રિલીઝ ડેટનું એનાઉન્સમેન્ટ કર્યું હતું. ગાંધી ગોડસે એક યુદ્ધની સ્ટોરી મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેની વિપરીત વિચારધારાઓની આસપાસ ફરે છે. આનાથી દર્શકોને સ્પષ્ટ રીતે બંનેના વ્યક્તિત્વની સ્ટોરીને દર્શાવવામાં મદદ મળશે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 26 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મ શાહરુખ ખાનની ફિલ્મ પઠાન સાથે ક્લેસ થશે. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાન 25 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે. બંને ફિલ્મોની રિલીઝ તારીખોમાં એક દિવસનું અંતર હોવા છતાં દર્શકો બંને ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છે.
RAJKUMAR SANTOSHI RETURNS WITH ’GANDHI – GODSE EK YUDH’… #RajkumarSantoshi – known for pathbreaking films such as #Ghayal, #Damini, #Ghatak, #AndazApnaApna, #AjabPremKiGhazabKahani and #TheLegendOfBhagatSingh – returns to the director’s chair with #GandhiGodseEkYudh. pic.twitter.com/NTl8hBu5hC
— taran adarsh (@taran_adarsh) December 15, 2022
રાજકુમાર સંતોષીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમને ઈન્ડસ્ટ્રીમાં ઘણી શાનદાર ફિલ્મો આપીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેમની ફિલ્મોમાં ‘અંદાઝ અપના અપના’, ‘ઘાયલ’, ‘ખાકી’, ‘ચાઈના ગેટ’, ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ અને ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’નો સમાવેશ થાય છે, આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
આવી ધમાકેદાર ફિલ્મો બનાવનાર નિર્દેશક રાજકુમાર સંતોષી નવ વર્ષ બાદ વધુ એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. જેનું નામ છે ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’. તેમની છેલ્લી ફિલ્મ ‘ફટા પોસ્ટર નિખલા હીરો’ હતી, જેમાં શાહિદ કપૂર અને ઈલિયાના ડી’ક્રૂઝે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વીડિયો ક્લિપ સામે આવ્યા બાદ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.