Dharmendra Video Leak : ધર્મેન્દ્રના ઘરની અંદરનો પ્રાઇવેટ વીડિયો થયો હતો વાયરલ, શું પોલીસે આરોપીની ધરપકડ કરી?

બોલિવૂડ દિગ્ગજ ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈ ચાહકો ચિંતિત છે. તેમની ખાનગી પળોનો એક ગુપ્ત વીડિયો વાયરલ થતાં દેઓલ પરિવાર નારાજ છે અને ગોપનીયતા જાળવવા વિનંતી કરી છે.

Dharmendra Video Leak : ધર્મેન્દ્રના ઘરની અંદરનો પ્રાઇવેટ વીડિયો થયો હતો વાયરલ, શું પોલીસે આરોપીની ધરપકડ કરી?
| Updated on: Nov 14, 2025 | 5:45 AM

બોલિવૂડના અનુભવી અભિનેતા ધર્મેન્દ્ર હાલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત અંગે ચાહકો ચિંતિત છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના ઘરની અંદરનો એક ખાનગી વીડિયો વાયરલ થતા સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ છે. વીડિયો ગુપ્ત રીતે બનાવાયો હતો અને તેમાં ધર્મેન્દ્ર પથારી પર ગંભીર હાલતમાં દેખાઈ રહ્યા છે. વીડિયોમાં સની દેઓલ, બોબી દેઓલ અને પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળે છે.

વીડિયો લીક બાદ દેઓલ પરિવાર દ્વારા ગોપનીયતા જાળવવાની વિનંતી કરવામાં આવી રહી છે. અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે સતત અફવાઓ ફેલાતાં પરિવાર ખાસ નારાજ છે.

કોણે બનાવ્યો હતો વીડિયો?

અહેવાલો મુજબ, આ વીડિયો હોસ્પિટલના એક સ્ટાફ સભ્યે બનાવ્યો હતો, જે ઓક્સિજન સિલિન્ડર સંભાળતો હતો. જ્યારે તેની ઓળખ બહાર આવી ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટે તરત જ તેની સામે કાર્યવાહી કરી હતી.

  • સૌથી પહેલા તેને નોકરી પરથી કાઢી મુકાયો
  • ત્યારબાદ તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યો
  • કોઈ પણ હોસ્પિટલમાં નોકરી ન મળે તે માટે સત્તાવાર રિપોર્ટ પણ મોકલાયો
  • સ્ટાફ સભ્યે માફી માગતાં જણાવ્યું હતું કે તેણે પહેલાં ક્યારેય સેલિબ્રિટી નહીં જોયા હતા, તેથી તેણે વીડિયો બનાવ્યો.

પરંતુ હવે નવા દાવા સામે આવી રહ્યા છે કે આ સ્ટાફ સભ્યની ધરપકડ કરવામાં આવી છે. જોકે, પોલીસ અને દેઓલ પરિવાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી મળી નથી.

સની દેઓલ ગુસ્સે દેખાયા

ધર્મેન્દ્રની હાલત અંગે મીડિયા અને સોશિયલ મીડિયા પર ફેલાતા ખોટા દાવાઓથી દેઓલ પરિવાર ખૂબ નારાજ છે. તાજેતરમાં સની દેઓલ ઘરની બહાર આવીને મીડિયા સામે પોતાની નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
પરિવારએ જાણકારી આપી છે કે ધર્મેન્દ્રની ઘરે સારવાર ચાલુ છે અને તેઓ ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે.

દેશભરમાં પ્રાર્થનાઓનો માહોલ

બોલિવૂડ સ્ટાર્સથી લઈને લાખો ચાહકો સુધી, સૌ કોઈ પીઆર અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે ધરમ પાજી ઝડપથી સ્વસ્થ થઈને ફરીથી બધાની સામે આવશે.

ધર્મેન્દ્રને શા માટે He-Manથી લોકો બોલાવે છે?