રણવીર સિંહ (Ranveer Singh)ની આગામી ફિલ્મ ’83’ (Film 83) જેમાં તે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ (KapilDev)ની ભૂમિકા ભજવી રહ્યા છે. તેને જોવા માટે દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. તેની વચ્ચે દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર છે. જે દિલ્હી સરકાર (Delhi Government) તરફથી તેમને મળ્યા છે. એક તરફ જ્યાં આ ફિલ્મને જોવા માટે દર્શકો રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ દિલ્હી સરકાર દ્વારા રાજધાનીમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે.
એક ન્યૂઝ એજન્સી મુજબ દિલ્હી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બોલિવુડની ફિલ્મ 83, જે કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા વિશ્વ કપ જીતને દર્શાવે છે. તેને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકાર તરફથી આ જાહેરાત બાદ ફિલ્મની પ્રોડક્શન કંપનીમાંથી એક રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ખુબ ખુશ છે.
#Bollywood film ’83’, based on the #KapilDev-led Indian Cricket team’s 1983 World Cup victory, has been declared tax-free in #Delhi, says State Govt#TV9News
— tv9gujarati (@tv9gujarati) December 21, 2021
રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર એક ટ્વીટ કરી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાનો આભાર માન્યો. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે પોતાના ટ્વીટમાં લખ્યું અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદીયાજી દિલ્હીમાં ફિલ્મ 83ને ટેક્સ ફ્રી કરવા માટે તમારો આભાર. તમારૂ આ પગલું અમને ભારતની સૌથી મોટી જીતની કહાનીને વધુ દર્શકો સુધી પહોંચાડવામાં સક્ષમ બનાવશે.
Thank you, Shri. @ArvindKejriwal ji and Shri. @msisodia ji, for declaring the film 83 tax-free in Delhi! Your gesture will able us to propagate the tale of India’s greatest victory to a wider audience.@therealkapildev #ThisIs83. pic.twitter.com/XVpJXiVvAi
— Reliance Entertainment (@RelianceEnt) December 21, 2021
તે એક ઐતિહાસિક ક્ષણ હતી, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડસના મેદાન પર કરિશ્મા કરી બતાવ્યો હતો. કોઈને વિશ્વાસ નહતો કે કપિલ દેવના નેતૃત્વમાં ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ પરત વિશ્વ કપ સાથે લઈને આવશે. પ્રથણ વિશ્વ કપનો ખિતાબ પોતાના નામે કરીને 1983 ક્રિકેટ વિશ્વ કપના ઓરિજિનલ સ્ટાર્સની કહાનીને દરેક લોકો જાણવા ઈચ્છે છે. કબીર ખાને ફિલ્મ 83 દ્વારા આ કહાનીને મોટા પડદા પર બતાવવનો પ્રયત્ન કર્યો છે.
રણબીર સિંહ સિવાય ફિલ્મમાં પંજક ત્રિપાઠી, દીપિકા પાદુકોણ, એમી વિર્ક, હાર્ડી સંધુ, ચિરાગ પાટિલ, તાહિર રાજ ભસીન જેવા ઘણા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલર અને ગીતને ફેન્સનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થઈ રહી છે.
આ પણ વાંચો: TMKOC: શું ખરેખર ભિડેનું સખારામ છે પોપટલાલના લગ્નમાં અડચણનું કારણ?