એક્ટિંગ સિવાય દીપિકા પાદુકોણ (Deepika Padukone) તેની ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. દીપિકા પાદુકોણે પોતાની એક પ્રતિભા દરેકની નજરથી છુપાવી હતી અને તે પ્રતિભા કવિતા લખવાની છે. બોલિવૂડની આ ડિમ્પલ ગર્લ કવિતા લખવાની પણ શોખીન છે. દીપિકાએ પોતાની આ કવિતા ચાહકો સાથે શેયર કરી છે.
દીપિકા પાદુકોણે (Deepika Padukone) માત્ર 12 વર્ષની ઉંમરે પહેલીવાર કવિતા લખી હતી. અભિનેત્રીએ આ કવિતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. કવિતા શેયર કરતા અભિનેત્રીએ લખ્યું- ‘કવિતા લખવાનો મારો પહેલો અને છેલ્લો પ્રયાસ. તે સમયે તે 7મા ધોરણમાં હતી અને તેની ઉંમર 12 વર્ષની હતી. કવિતા લખવા માટે માત્ર બે જ શબ્દો આપ્યા હતા. I am… અને પછી તે ઇતિહાસ બની ગયો.’
‘હું પ્રેમાળ અને સંભાળ રાખનારું બાળક છું. મને આશ્ચર્ય થાય છે કે તારાઓ ક્યાં સુધી પહોંચે છે. હું મોજાઓનો ધસારો સાંભળી શકું છું. હું ઊંડા વાદળી સમુદ્રને જોઈ શકું છું. હું પ્રેમાળ ભગવાનનું બાળક બનવા માંગુ છું. હું પ્રેમાળ અને સંભાળ રાખનારુ બાળક છું. હું ખીલેલું ફૂલ હોવાનો દેખાવ કરું છું. મને લાગે છે કે ભગવાનનો હાથ મને સુખ આપે છે. હું દૂર સુધી પર્વતોને સ્પર્શ કરું છું.
દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ ‘ગેહરાઈયાં’માં મોટા પડદા પર જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકા ઉપરાંત સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કર્વાએ કામ કર્યું હતું. ફિલ્મમાં દીપિકા પાદુકોણે સિદ્ધાંત ચતુર્વેદી સાથે ઇન્ટિમેટ સીન્સ આપ્યા હતા. આ અગાઉ દીપિકા પાદુકોણે ફિલ્મ ’83’માં કામ કર્યું હતું. જેમાં તે પતિ રણવીર સિંહ સાથે જોવા મળી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
Published On - 4:18 pm, Mon, 11 April 22