Pathaan Box Office Collection: પઠાણે રચ્યો ઈતિહાસ, આ ફિલ્મોને પાછળ છોડીને કરી આટલા કરોડની કમાણી

|

Jan 26, 2023 | 7:52 PM

Pathaan Box Office Collection : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની (Shah Rukh Khan and Deepika Padukone) ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. તે હિન્દીની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.

Pathaan Box Office Collection: પઠાણે રચ્યો ઈતિહાસ, આ ફિલ્મોને પાછળ છોડીને કરી આટલા કરોડની કમાણી
Pathaan

Follow us on

Pathaan Box Office : શાહરૂખ ખાને 4 વર્ષ બાદ મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરી છે. રિલીઝ થયેલી સુપરસ્ટારની ફિલ્મ પઠાણ સતત ચર્ચામાં છે. જે પણ આ ફિલ્મ જોઈને આવી રહ્યું છે તે માત્ર શાહરૂખના વખાણ કરી રહ્યું છે. પઠાણ રિલીઝ પહેલા જ સતત વિવાદોનો સામનો કરી રહ્યો હતો. પરંતુ આ વિવાદોની પણ પઠાણના ઓપનિંગ કલેક્શન પર કોઈ અસર થઈ ન હતી. પઠાણે રિલીઝના પહેલા જ દિવસે બાહુબલી અને કેજીએફનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

બોક્સ ઓફિસ પર પઠાણનો દબદબો

પઠાણના શરૂઆતી આંકડાઓની વાત કરીએ તો ફિલ્મે લગભગ 54 કરોડનો બિઝનેસ કરીને ભારતમાં બધાને હેરાન કરી દીધા હતા. પરંતુ એડવાન્સ બુકિંગ દરમિયાન જ ફિલ્મ માટે ફેન્સનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. આ જોરદાર કમાણી બાદ પઠાણ શાહરૂખ ખાનના કરિયર અને ભારતીય સિનેમાનો સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. બોક્સ ઓફિસ પર માત્ર પઠાણનો દબદબો છે. આ સિવાય પઠાણે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી છે. આ સમાચાર સાંભળ્યા બાદ શાહરૂખના ચાહકોની ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.

વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના ટ્વીટ દ્વારા આ જાણકારી બધા સાથે શેયર કરી છે કે પઠાણ પહેલા જ દિવસે 100 કરોડની ક્લબમાં પ્રવેશ કર્યો છે. તેને ટ્વીટ કરીને લખ્યું કે, પઠાણે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરી છે. શાહરૂખ ખાને UAE અને સિંગાપોરમાં નંબર 1 ડેબ્યુ કર્યું છે. મળતી માહિતી મુજબ પઠાણે રિલીઝના પહેલા જ દિવસે ન્યુઝીલેન્ડમાં 88 લાખ, ઓસ્ટ્રેલિયામાં લગભગ 5 કરોડ અને યુએસએમાં 6.50 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.

લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે

આ પણ વાંચો : કાજલ અગ્રવાલના 9 મહિનાના પુત્રએ કર્યો પ્લેન્ક, જુઓ Viral Video

પઠાણ તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. તેના તમિલ અને તેલુગુ વર્ઝને પહેલા દિવસે 2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાને કેમિયો પણ કર્યો છે.

Next Article