
Bollywood અને TV ઇન્ડસ્ટ્રીના કલાકારો કાસ્ટિંગ કાઉચ વિશે ઘણું બધું બોલી ચૂક્યા છે. સ્ટાર્સે સ્પષ્ટ કરી દીધું છે કે, આજે પણ ઇન્ડસ્ટ્રીમાં નવા આવેલા કલાકારને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડે છે.
તમામ કલાકારોએ આ પ્રસંગે પોતાનો ભયાનક અનુભવ પણ શેર કર્યો છે. આ વિશે દેબિના બેનર્જીએ પણ એકવાર ખુલ્લીને વાત કરી હતી.
દેબિનાએ જણાવ્યું હતું કે, કેવી રીતે એક ડિરેક્ટરે સૂમસામ જગ્યાનો ફાયદો ઉઠાવ્યો હતો અને તે ડિરેક્ટર તેમની પાસે ગંદી ડિમાન્ડ કરવા લાગ્યા હતા. દેબિનાએ આ અવસર પર પોતાની હાલતનો પણ ખુલાસો કર્યો હતો.
દેબિના બેનર્જી એકવાર મનીષા રાણીના પૉડકાસ્ટમાં જોડાઈ હતી. આ અવસર પર દેબિનાએ પોતાના કરિયર પર ખુલ્લીને વાત કરી અને જણાવ્યું કે, કરિયરના શરૂઆતના દિવસોમાં તે કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે.
એક ડિરેક્ટરે તેની પાસે ગંદી ડિમાન્ડ કરી હતી અને તે વખતે દેબિના ખૂબ જ ડરી ગઈ હતી. દેબિના સમજી જ નહોતી શકી કે, તેણે શું કરવું જોઈએ.
દેબિના બેનર્જીએ કહ્યું હતું કે, આ ત્યારની વાત છે, જ્યારે તે ઘણી નાની હતી. તે વખતે દેબિના નહોતી જાણતી કે, ડિરેક્ટરને પણ ના પાડી શકાય છે. એકવાર કામ દરમિયાન જ ડિરેક્ટરે તેમને પૂછ્યું, “શું કરી રહી છો સાંજે… ચાલ મારી સાથે.”
દેબિનાએ જણાવ્યું કે, તેને ફીલિંગ ખૂબ જ નેગેટિવ આવી રહી હતી પરંતુ તેને ખબર નહોતી કે ડિરેક્ટરને ના પાડી શકાય છે. સાંજે તે ડ્રાઇવ પર ગયા અને ડિરેક્ટરે અંધારામાં કાર રોકી દીધી.
દેબિનાએ કહ્યું હતું, ‘હું ખૂબ જ ઘભરાઈ ગઈ હતી. મને લાગ્યું કે, હું ક્યાં આવી ગઈ અંધારામાં… જો આણે મને એક ઘૂસો (Punch) પણ મારી દીધો તો હું મરી જઈશ નહીં! આ પછી ધ્રૂજતા અવાજે મેં કહ્યું કે, હું કમ્ફર્ટેબલ નથી.’
દેબિનાએ જણાવ્યું હતું કે, તેની જિંદગીમાં જ્યારે ગુરમીત આવ્યો ત્યારે તેને અહેસાસ થયો કે, તે જ તેનું સેફ ઝોન છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, તેની સાથે આ ઘટના ત્યારે થઈ હતી; જ્યારે તે સાઉથ ફિલ્મોમાં કામ કરી રહી હતી. દેબિનાએ TVમાં પગ મૂકતા પહેલા જ સાઉથ ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે, તેને ઓળખ સિરિયલ ‘Ramayana’ માં માતા સીતાનું પાત્ર ભજવવાથી મળી.