AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘આઈ લવ યુ’ કહ્યાના એક મહિનામાં જ ઈશા-અવિનાશના સબંધોમાં તિરાડ? અભિનેત્રીએ તેને કર્યો અનફોલો

વિવિધ મીડિયા માધ્યમો અને સોશિયલ મીડિયા પર ચાહકો એવી અટકળો લગાવી રહ્યા છે કે ઈશા અને અવિનાશ વચ્ચે બધું બરાબર નથી અને તેમની વચ્ચે મતભેદ સર્જાયા છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

'આઈ લવ યુ' કહ્યાના એક મહિનામાં જ ઈશા-અવિનાશના સબંધોમાં તિરાડ? અભિનેત્રીએ તેને કર્યો અનફોલો
avinash and isha breakup
| Updated on: Nov 17, 2026 | 2:19 PM
Share

ટેલિવિઝન જગતની લોકપ્રિય જોડી ઈશા સિંહ અને અવિનાશ મિશ્રા ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેમના રોમાન્સને કારણે નહીં, પરંતુ તેમની વચ્ચે અણબનાવ હોવાના અહેવાલોને કારણે. વિવિધ મીડિયા માધ્યમો અને સોશિયલ મીડિયા પર ચાહકો એવી અટકળો લગાવી રહ્યા છે કે ઈશા અને અવિનાશ વચ્ચે બધું બરાબર નથી અને તેમની વચ્ચે મતભેદ સર્જાયા છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે ચાહકોનું ધ્યાન ગયું કે ઈશા સિંહે ઈન્સ્ટાગ્રામ પર અવિનાશ મિશ્રાને અનફોલો કરી દીધો છે. રસપ્રદ વાત એ છે કે, અવિનાશ મિશ્રા હજુ પણ ઈશાને ફોલો કરે છે.

અવિનાશ અને ઈશાનું થયુ બ્રેકઅપ?

વધુમાં, ઈશા સિંહની માતાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી, જેને ચાહકો હાલની પરિસ્થિતિ સાથે જોડી રહ્યા છે. તેમણે લખ્યું, “સમય દરેકને તેમના કર્મોનો અરીસો ચોક્કસ બતાવે છે. તેથી, બીજાના વર્તનથી ક્યારેય તૂટી ન જશો; શ્રેષ્ઠ માર્ગ એ છે કે શાંત રહો અને તમારા પોતાના માર્ગ પર આગળ વધતા રહો… કારણ કે શબ્દો નહીં, પણ સમય જ સાચો જવાબ આપે છે.” મીડિયા અહેવાલો સૂચવે છે કે ઈશાનો તેને અનફોલો કરવાનો નિર્ણય અને તેની માતાની પોસ્ટ, અવિનાશ સાથેના કોઈ વિવાદ તરફ ઈશારો કરી શકે છે.

માત્ર એક મહિના પહેલા કર્યો પ્રેમનો એકરાર

આ અહેવાલો ખાસ કરીને આશ્ચર્યજનક છે કારણ કે લગભગ એક મહિના પહેલા જ બંનેનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો, જેનાથી ચાહકોને લાગ્યું હતું કે તેમણે પોતાના સંબંધોની પુષ્ટિ કરી દીધી છે. ‘ખતરોં કે ખિલાડી 15’ની સક્સેસ પાર્ટીના એક વીડિયોમાં અવિનાશ કહેતા જોવા મળ્યા હતા, “હું ખૂબ જ આભારી અને નસીબદાર છું કે ઈશા મારા જીવનમાં છે.” જ્યારે ઈશાએ સ્મિત સાથે કહ્યું, “આગળ બોલો, બાકીનું પણ કહો,” ત્યારે અવિનાશે જવાબ આપ્યો, “આઈ લવ યુ, બેબી.” શરમાતા ઈશાએ જવાબ આપ્યો, “ઓકે, આઈ લવ યુ ટુ.”

‘બિગ બોસ 18’થી શરૂ થઈ હતી ફ્રેન્ડશીપ

ઈશા સિંહ અને અવિનાશ મિશ્રા પહેલીવાર ‘બિગ બોસ 18’ના ઘરમાં મળ્યા હતા. શો પૂરો થયા પછી પણ, તેઓ વારંવાર સાથે જોવા મળતા હતા, જોકે તેમણે હંમેશા એવું જ કહ્યું કે તેઓ “માત્ર સારા મિત્રો” છે. ‘ખતરોં કે ખિલાડી 15’ જીત્યા પછી, અવિનાશ સીધો ઈશા પાસે ગયો, તેને ગળે લગાવી અને તેના ગાલ પર ચુંબન કર્યું. ફિનાલેની તસવીરો અને ‘સેનોરિટા’ (Senorita) ગીત પર ડાન્સ કરતા તેમનો એક વીડિયો શેર કરતા ઈશાએ લખ્યું, “ટ્રોફી ઘરે આવી ગઈ છે! કેટલીક જીત ખૂબ જ અંગત હોય છે… બિલકુલ આ જીતની જેમ.” હાલમાં, ઈશા સિંહ કે અવિનાશ મિશ્રામાંથી કોઈએ પણ તેમના સંબંધોમાં તિરાડ કે વિવાદ હોવા અંગે મીડિયા અને ચાહકોમાં ચાલી રહેલી અટકળો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેથી, તેમની વચ્ચે ખરેખર કોઈ અંતર છે કે પછી આ અટકળો પાછળ બીજું કોઈ કારણ છે, તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

Teja Sajja Engaged: ‘હનુમાન’ ફેમ તેજા સજ્જાનીએ કરી સગાઈ, ડિસેમ્બરમાં ઉદયપુરમાં કરશે શાહી લગ્ન! જાણો કોણ છે ભાવિ પત્ની, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">