BTS Video : Sidharth Malhotra એ, જીવંત કર્યુ કારગીલ યુધ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાનુ પાત્ર, જુઓ વીડિયો

|

Aug 03, 2021 | 10:01 PM

એમેઝોન ઓરિજિનલ ફિલ્મ 'શેરશાહ' ધર્મા પ્રોડક્શન્સ અને કાશ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. 240 દેશો અને પ્રદેશોમાં આ ફિલ્મ 12 ઓગસ્ટ, 2021 ના ​​રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર પ્રિમિયર થશે.

દર્શકો આતુરતાથી ફિલ્મ ‘શેરશાહ’ (Shershaah) ની રાહ જોઈ રહ્યા છે. બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) આ ફિલ્મમાં કેપ્ટન વિક્રમ બત્રા (Captain Vikram Batra) ની ભૂમિકા ભજવી રહ્યા છે. સિદ્ધાર્થે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. એમેઝોન પ્રાઈમ વિડીયોએ તેમની યુટ્યુબ ચેનલ પર સિદ્ધાર્થ મલ્હોત્રાના ટ્રાન્સફોર્મેશનની ન જોયેલી સફર શેર કરી છે.

મોટા પડદા પર વાસ્તવિક જીવનની પ્રેરણાદાયી વાર્તાને સ્વીકારવા માટે હંમેશા કલાકારો અને ક્રૂ દ્વારા એક સખત પ્રયત્નોની જરૂર પડે છે. ખાસ કરીને, જ્યારે વાસ્તવિક હીરોની ભૂમિકા ભજવવાની વાત આવે છે. અસલી હીરોની વાર્તા દર્શકો સાથે સ્ક્રીન પર શેર કરવા માટે કલાકારો કોઈ કસર છોડતા નથી. એટલી જ સખત મહેનત સિદ્ધાર્થે કરી કે જેથી તે કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી શકે.

રિયલ ટૂ રીલ ટ્રાન્સફોર્મેશન

એમેઝોન પ્રાઈમ વિડીયોએ આજે ​​કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી) ની પ્રેરણાદાયી સત્ય ઘટના પર આધારિત તેમની આગામી ફિલ્મ ‘શેરશાહ’ માંથી બીટીએસ ( Behind The Scenes -BTS) વિડીયો રજૂ કર્યો છે. આ વીડિયો સિદ્ધાર્થ મલ્હોત્રા અને આગામી ફિલ્મની આખી ટીમનો રિયલ-ટૂ-રીલ ટ્રાન્સફોર્મેશનની ઊંડાણથી જાણકારી આપી છે. બત્રા પરિવારની મુલાકાત લેવી, આર્મીની સઘન તાલીમ, રસપ્રદ કિસ્સાઓ સાંભળવા અને કર્નલ સંજીવ જામવાલ પાસેથી તાલીમ લેવી જે કેપ્ટન વિક્રમ બત્રા સાથે તૈનાત હતા.

સિદ્ધાર્થની દરેક પાત્રની વિશેષતાને પસંદગી અને તેનું પાલન કરવું, બધી વસ્તુંઓ ખાસ રહી. આ પ્રક્રિયામાં લોહી, પરસેવો અને આંસુ હતા, જે શેરશાહની ગર્જનામાં ચાલ્યા ગયા અને આ મહાકાવ્ય ફિલ્મ જોવાની રાહ બસ હવે થોડા દિવસો જ બાકી છે.

 

વિષ્ણુ વર્ધન દ્વારા નિર્દેશિત, શેરશાહ કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી) ના જીવનથી પ્રેરિત છે. આમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકાની સાથે શિવ પંડિત, રાજ અર્જુન, પ્રણય પચૌરી, હિમાંશુ અશોક મલ્હોત્રા, નિકિતિન ધીર, અનિલ ચરણજીત, સાહિલ વૈદ, શતાફ ફિગર અને પવન ચોપડા એ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં કેપ્ટન વિક્રમ બત્રાની લવ લાઈફનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે લોકોએ આજ સુધી માત્ર વાંચ્યું કે સાંભળ્યું છે. હવે તે કારગિલનાં આ નાયકની લવ સ્ટોરીનો મોટા પડદા પર જોવાનો અનુભવ કરવા જઈ રહ્યા છે.

એમેઝોન ઓરિજિનલ ફિલ્મ ‘શેરશાહ’ ધર્મા પ્રોડક્શન્સ અને કાશ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. 240 દેશો અને પ્રદેશોમાં આ ફિલ્મ 12 ઓગસ્ટ, 2021 ના ​​રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર પ્રિમિયર થશે.

 

આ પણ વાંચો :- Viral : નોરા ફતેહીનું નામ સાંભળીને ભારતી સિંહનાં ઉડી ગયા હોશ, વિડીયોમાં રિએક્શન જોઈને આવશે તમને હસવું

આ પણ વાંચો :- Box Office Clash : ક્રિસમસ પર સામ-સામે હશે આમિર ખાન અને અલ્લુ અર્જુન, કોણ જીતશે?

Next Video