Breaking News : નવેમ્બર મહિનામાં ક્યાંય ફરવાનો પ્લાન નથી તો, રિલીઝ થનારી ફિલ્મનું લિસ્ટ ચેક કરી લો

રણબીર કપૂરની 'રામાયણ' થી લઈને આયુષ્માન ખુરાનાની 'યે પ્રેમ મોલ લિયા' સુધી, નવેમ્બર 2026 માં દિવાળી અને છઠના તહેવારો સાથે ઘણી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે.

Breaking News : નવેમ્બર મહિનામાં ક્યાંય ફરવાનો પ્લાન નથી તો, રિલીઝ થનારી ફિલ્મનું લિસ્ટ ચેક કરી લો
| Updated on: Oct 30, 2026 | 8:20 AM

ઓક્ટોમ્બર મહિનાના અંત સાથે નવેમ્બર 2026ની શરુઆત સિનેમાપ્રેમીઓ માટે ખાસ રહેવાની છે. દિવાળી અને છઠ્ઠ પુજા જેવા મોટા તહેવારોની સીઝનમાં ફિલ્મ મેકર્સ પોતાની મોટી મોટી ફિલ્મ રિલીઝ કરી ચાહકોનું મનોરંજન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નવેમ્બર મહિનામાં ડ્રામાથી લઈ સાઈકોલોજિકલર થ્રિલર, ફેમિલી એન્ટરટેનર અને હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ જોવા મળશે. તો ચાલો જાણીએ નવેમ્બર 2026માં કઈ કઈ મોટી ફિલ્મો થિયેટરમાં ધમાલ મચાવશે.

5 નવેમ્બર લાંબી રાહ જોયા બાદ નિતેશ તિવારીના નિર્દેશમાં બનેલી ફિલ્મ રામાયણ 5 નવેમ્બરના રોજ થિયેટરમાં આવવાની છે. નમિત મલ્હોત્રાના પ્રાઈમ ફોક્સ સ્ટુડિયો અને યશના મોન્સટર માઈન્ડ ક્રિએશન દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણબીર કપૂર,યશ અને સાંઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં સની દેઓલ, રવિ દુબે, રકુલ પ્રીત, અરુણ ગોવિલ અને લારા દત્તા જેવા દિગ્ગજ કલાકારો એક સાથે જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ,કન્નડ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી સહિત અનેક ભાષામાં 2D, 3D, IMAX 3D અને 4DX 3D ફોર્મેટમાં એક સાથે રિલીઝ થવાની છે.

થ્રિલર, એક્શન અને હોરરનો તડકો

20 નવેમ્બર શુક્રવારના રોજ સિનેમાપ્રેમિઓ માટે ખુબ ખાસ રહેવાનો છે. કારણ કે, આ દિવસે 4 અલગ અલગ જોનરની ફિલ્મો આવવાની છે.

પ્રતાપ સચિન સરાફના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક પોલીસ ઓફિસરની સ્ટોરી છે. ફિલ્મમાં અમિત સાધ, ઈશા દેઓલ,સીમા બિસ્વાસ અને તિગ્માંશુ ધુલિયા મુખ્ય ભુમિકામાં છે.

 

 

 

સર્યા અંત સે આરંભ તક જોજૂ જોર્જની મલયાલમ થ્રિલર જોસેફની આ રીમેક છે. એમ પદ્માકુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલ , રવિ કિશન અને પ્રજ્ઞા જયસ્વાલ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

કાલી ખેતી જેકી શ્રોફ અને શરદ કેલકર એક રુરલ થ્રિલરમાં સાથે જોવા મળશે. જે ચાહકોને હચમચાવી નાંખશે.

પાર્ટી એનિમલ્સ રવિ છાબ્રિયાના નિર્દેશનમાં બનેલી આ કોમેડી ફિલ્મ દોસ્તી અને પાર્ટીની મસ્તી પર આધારિત છે. જેમાં વિરાજ ધેલાની અને અર્જુન તંવર લીડ રોલમાં છે.

યે પ્રેમ મોલ લિયા અને ગનમાસ્ટર G9ની ટકકર 27 નવેમ્બર એટલે કે, છેલ્લા અઠવાડિયામાં ચાહકોને 2 મોટી બોલિવુડ ફિલ્મની ટકકર જોવા મળશે.

યે પ્રેમ મોલ લિયા સુરજ બડજાત્યા અને રાજશ્રી પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને શરવરી વાધની નવી જોડી જોવા મળશે. આ એક ફેમિલી મનોરંજન છે. જે પ્રેમના એક નવા પ્રવાસની શરુઆત કરે છે.

ગનમાસ્ટર G9: આદિત્ય દત્ત દ્વારા દિગ્દર્શિત, આ એક્શન-થ્રિલર ફિલ્મમાં ઇમરાન હાશ્મી, જેનેલિયા દેશમુખ અને અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હાઇ-ઓક્ટેન એક્શન અને ડ્રામાથી ભરપૂર હશે.

એક્ટિંગની સાથે ક્રિકેટ રમવાનો શોખીન છે અભિનેતા, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.