Ramayana Box Office : રામાયણે પહેલા દિવસે કરી શાનદાર કમાણી, પરંતુ ફિલ્મ પ્રભાસની ‘આદિપુરુષ’નો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહી
રણબીર કપૂરની રામાયણ (Ramayana) વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શરૂઆતના દિવસે શાનદાર કમાણી કરી હતી અને અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા હતા. જોકે, તે આદિપુરુષનો રેકોર્ડ તોડી શકી ન હતી.

રણબીર કપૂરની ફિલ્મ રામાયણ 5 નવેમ્બર 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે શાનદાર કમાણી કરી છે. હજુ સુધી કમાણીના ઓવરસીઝ કલેક્શનના આંકડા સામે આવ્યા નથી. પરંતુ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું છે અને અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. આ દરમિયાન સૌથી મોટી વાત એ છે કે, ફિલ્મ પ્રભાસની ફિલ્મ આદિપુરુષનો રેકોર્ડ તોડવામાં ખુબ પાછળ રહી છે. ફિલ્મ વીકએન્ડમાં સારી કમાણી કરી શકે છે.
અત્યારસુધી આ ફિલ્મને ચાહકોના ખુબ પોઝિટિવ રિવ્યુ મળ્યા છે. આ ફિલ્મના વીએફએક્સ અને સેટ્સની ભવ્યતાના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. જેને અત્યારસુધીના ઈતિહાસની સૌથી શાનદાર વિઝુઅલ વાળી ફિલ્મ માનવામાં આવી રહી છે.તો ચાલો જાણીએ ફિલ્મે કુલ કેટલી કમાણી કરી છે.
ભારતમાં રામાયણે કેટલી કમાણી કરી ?
સૈકનિલ્કના રિપોર્ટ મુજબ રામાયણ ફિલ્મે ભારતીય સિનેમાઘરોમાં 25,200 શોથી 64.85કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. હિન્દીમાં આ ફિલ્મે 47.50 કરોડની કમાણી કરી છે. તો કન્નડ ફિલ્મમાં 7.25 કરોડની કમાણી કરી છે. તેલુગુમાં ફિલ્મે 6 કરોડ રુપિયા કમાયા છે. ફિલ્મે તમિલમાં 2.60 અને મલયાલમમાં 1.50 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું ગ્રોસ કલેક્શન 77.50 કરોડ રુપિયાનું રહ્યું છે. કુલ જોઈએ તો રિલીઝના પહેલા દિવસે ભારતમાં આ ફિલ્મે શાનદાર કમાણી કરી છે. હજુ ઓવરસીઝ કલેક્શનના આંકડા આવવાના બાકી છે. (ફિલ્મ ઉદ્યોગમાં ઓવરસીઝ કલેક્શન એટલે વિદેશમાં (ભારતની બહાર) થિયેટરોમાં ટિકિટ વેચાણમાંથી થતી કમાણી.)
લોકોને કેવી લાગી રામાયણ?
લોકોને ફિલ્મનો સેટ તેમજ એક્શન સીન પસંદ આવી રહ્યા છે.હોલિવુડની ટોપ એક્શન માઈથોલોજિક્લ ફિલ્મ સાથે તુલના કરવામાં આવી રહી છે.
શરૂઆતના દિવસે કલેક્શનની દ્રષ્ટિએ
રામાયણે ઓપનિંગ ડે પર અનેક ફિલ્મોને પાછળ છોડી દીધી છે. રિપોર્ટ મુજબ, આ ફિલ્મે પઠાણના રેકોર્ડને પાછળ છોડી દીધા છે, જેણે 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને એનિમલ, જેણે 63 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેણે અજય દેવગણની દ્રશ્યમ 3 ને પણ પાછળ છોડી દીધી હતી, જેણે 62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, તે બે અન્ય મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી શકી નથી. રામાયણ આદિપુરુષના 86.50 કરોડ રૂપિયાના રેકોર્ડથી પાછળ રહી ગઈ છે. તે ધુરંદર 2 થી પણ ખુબ પાછળ રહી ગઈ છે, જેણે 102 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
