Breaking News : શું સલમાન ખાનના વખાણ કરવા બદલ ટાઇગર શ્રોફને નિશાન બનાવવામાં આવ્યો હતો? આરોપીએ ખુલાસો કર્યો

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ (Tiger Shroff) પર હુમલાની તપાસ સતત ચાલી રહી છે. આ મામલે 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં એક આરોપીએ ખુલાસો કર્યો કે, ટાઈગર શ્રોફને કેમ નિશાને બનાવવામાં આવ્યો હતો.

Breaking News : શું સલમાન ખાનના વખાણ કરવા બદલ ટાઇગર શ્રોફને નિશાન બનાવવામાં આવ્યો હતો? આરોપીએ ખુલાસો કર્યો
| Updated on: Oct 25, 2026 | 7:54 AM

મુંબઈના જુહુ વિસ્તારમાં 18 ઓક્ટોમ્બરના રોજ ટાઈગર શ્રોફ સાથે જોડાયેલ ફાયરિંગ (Tiger Shroff Firing) મામલાની તપાસ પોલીસ સતત કરી રહી છે. આ મામલે 3 આરોપીને રાજસ્થાનના કોટાથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં 17 વર્ષનો એક યુવાન પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે,ત્રણેય જયપુર ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પુછપરછ દરમિયાન એક આરોપીએ દાવો કર્યો કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે 2022માં સલમાન ખાનના વખાણ કરવાના કારણે ટાઈગર શ્રોફને નિશાને બનાવ્યો હતો. તે સમયે ટાઈગર પોતાની ફિલ્મ હીરોપંતી 2નું પ્રમોશન કરી રહ્યો હતો.

આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓની ઓળખ હરિયાણાના 17 વર્ષીય સગીર, બિહારના બેગુસરાય જિલ્લાના પીપરાઈના રહેવાસી 22 વર્ષીય ઋત્વિક કુમાર ઉર્ફે રોશન અને હરિયાણાના સોનીપતની ઇદગાહ કોલોનીના રહેવાસી 18 વર્ષીય રેહાન તરીકે થઈ છે. ઋત્વિક કુમાર રેપિડો રાઇડર તરીકે કામ કરતો હતો, જ્યારે સગીર આરોપી કુંભારનો પુત્ર હોવાનું કહેવાય છે.

સલમાન ખાનના વખાણ ભારે પડ્યા

ફિલ્મ હિરોપંતી 2ના પ્રમોશન ઈવેન્ટમાં ટાઈગર શ્રોફને ફિલ્મ ઈદની રિલીઝને લઈ સવાલ પુછવામાં આવ્યો હતો. ઈદ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થાય છે. આના પર ટાઈગરે કહ્યું હતુ કે, આ ઈન્ડસ્ટ્રીમાં એક જ ટાઈગર છે. તે સલમાન ખાન છે. હું તેની સામે એક બિલાડી છું. એક ટાઈગરનું બચ્ચું. તેમણે આ વાત સલમાન ખાનની સ્પાઈ ફિલ્મ ફ્રેન્ચાઈઝીનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું હતુ.

સલમાન ખાનને મળી ચૂકી છે ધમકીઓ

લોરેન્સ બિશ્રોઈ ગેંગ પહેલા પણ સલમાન ખાન સાથે જોડાયેલા લોકોને ધમકી આપી ચૂક્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે અગાઉ સલમાન ખાન સાથે સંકળાયેલા વ્યક્તિઓને ધમકીઓ આપી છે. અમેરિકામાં રહેતા પંડિત અને ગેંગના અન્ય સભ્ય હરમન સંધુના કથિત ઓડિયો મેસેજ સામે આવ્યા છે. આ મેસેજમાં કથિત રીતે ચેતવણી આપવામાં આવી હતી કે ,સલમાન ખાન સાથે કામ કરતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વ્યક્તિઓને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. આ ગેંગે 1998ના કાળિયાર શિકાર કેસ માટે સલમાન ખાન પાસેથી વારંવાર માફી માંગવાની પણ માંગ કરી છે. અહેવાલો અનુસાર, ગેંગ સાથે સંકળાયેલા કથિત ધમકીઓમાં ટાઇગર શ્રોફનું નામ પણ દેખાયું હતું.

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર થયો ગોળીબાર , દાદા ગુજરાતી જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.