
Salman Khan Bigg Boss 20 : એકબાજુ ઓડિયન્સને બિગ બોસના ઘરમાં સ્પર્ધકોનો ડ્રામા ખુબ પસંદ આવે છે. તો બીજી બાજુ સલમાન ખાનનો શો હોસ્ટ કરવાનો અંદાજ પણ ખુબ પસંદ આવે છે. સલમાન ખાન અનેક વખત સ્પર્ધકોના વખાણ કરતા જોવા મળ્યો છે. તો કેટલીક વખત તેની ભૂલો પર ગુસ્સે થતા પણ જોયો છે. પરંતુ હાલના એક એપિસોડમાં સલમાન ખાન ઈમોશનલ થયો હતો. સલમાન ખાન ફરી એક વખત બિગ બોસ 20ના મંચ પર ભાવુક થયો હતો. જાણો તેની પાછળ કારણ શું છે.
8 નવેમ્બરના રોજ વીકએન્ડ કા વારના એપિસોડમાં સલમાન ખાનની સાથે મંચ પર ફેમસ સિંગર મોહિત ચૌહાણ જોવા મળ્યો હતો. ઘરવાળા માટે દિવાળી યાદગાર બનાવી છે. દિવાળીના લેટેસ્ટ એપિસોડમાં મોહિત ચૌહાણ જોવા મળ્યો હતો. મેકર્સે તેના એક પ્રોમો વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તે સલમાન ખાનની સાથે જોવા મળ્યો હતો. તેમજ ગીત ગાતા જોવા મળ્યો હતો.
મોહિત ચૌહાણનો અવાજ સાંભળી સલમાન ખાનના વખાણ કરતા કહે છે. તમે જે ગીત ગાવ છો. તે દિલને ખુશ કરે છે. ત્યારબાદ મોહિત ચૌહાણ કહે છે કે, હું તમને એક ગુજારિશ કરવા માંગુ છે. ત્યારબાદ તે કહે છે કે, તમારા પિતા સલીમ ખાનની ફિલ્મનું એક ગીત છે. ત્યારબાદ બે લાઈનમાં ગીત ગાવા માંગુ છુ. ત્યારબાદ તે ગીત ગાય છે. મુજે તુમસે મોહબ્બત હૈ મગર મે કહ નહી શકતા.
આ ગીત સાંભળી સલમાન ખાનની આંખમાં આસું આવ્યા હતા. 7 નવેમ્બરના પ્રોમો દેખાડવામાં આવ્યો હતો. જે ફુલ એપિસોડ ઓન એર થશે. ત્યારબાદ ખબર પડશે કે. પિતાની ફિલ્મનું ગીત સાંભળી કેમ અચાનક સલમાન ખાન ઈમોશનલ થયો હતો.
સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા બિગ બોસ 20 એ 60 દિવસમાં ઇતિહાસ રચ્યો, જે ભાઇજાને તાજેતરમાં ઉજવ્યો. આ સિઝન 60 દિવસમાં 1 અબજ વોચ-ટાઇમ કલાકોને વટાવી ગઈ, જેના કારણે નિર્માતાઓ પાપારાઝી સાથે ઉજવણી કરી હતી. એપિસોડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન ખાન અનોખી રીતે કેક કાપીને ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે.