
Rishi Kapoor Name Copyright : ઋષિ કપૂર હિન્દુ સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતામાંના એક છે.બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપુરનું નિધન વર્ષ 2020માં થયું હતુ. તેના નિધનના 6 વર્ષ પછી કપૂર પરિવારે એક મોટું પગલું લીધું છે. કપૂર પરિવાર ઋષિ કપૂરનું નામ અને વારસો બચાવવા માટે કોર્ટમાં ગયા છે.
કપૂર પરિવારના આ પગલા બાદ કોઈ પણ પરિવારની પરવાનગી વગર દિવંગત અભિનેતાના નામનો કમર્શિયલ ઉપયોગ કરી શકશે નહી. જેનાથી ઋષિ કપૂરના નામનો ખોટો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગશે.
એક રિપોર્ટ મુજબ કપૂર પરિવારને હાલમાં ઋષિ કપૂરના નામનો કોપિરાઈટ કરવાની પરવાનગી મળી ગઈ છે. જેનાથી એ પાક્કું થયું છે કે, કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા,ઋષિ કપુરના નામ કોઈ પ્રોફેશનલ, કર્મિશયલ કે પબ્લિક ઉપયોગ કરવા માંગે છે. તો તેને તેના પરિવારની પરવાનગી લેવી પડશે.
આ કોપીરાઈટ મુજબ જે કોઈ પણ વ્યક્તિ કે કંપની ઋષિ કપૂરના નામનો ઉપયોગ કરવા માંગે છે. તે કોઈ પણ રીતે તેના નામનો ઉપયોગ કરવા માંગે છે. તો આ પરિવાર પાસે પહેલા પરમિશન લેવી પડશે. કપૂર પરિવારની પરમિશન વગર ઋષિ કપૂરના નામનો ઉપયોગ કરી શકાશે નહી. જો કોઈએ આવું કર્યું તો તેના પર એક્શન લેવામાં આવશે. પરિવારે આ પગલું એટલા માટે લીધું કારણ કે, દિવંગત અભિનેતાના નિધન બાદ તેના નામ અને વારસાનો ખોટો ઉપયોગ કરવામાં આવે નહી.
જાણકારી મુજબ તમને જણાવી દઈએ કે, હાલના વર્ષોમાં અનેક સેલિબ્રિટી અને પબ્લિક પર્સનાલિટીએ પોતાના વારસા સાથે જોડાયેલા નામ, ફોટોગ્રાફી તેમજ ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીને બચાવવા માટે કાનુની પગલું લીધું છે. આવા પગલાં ઘણીવાર અનધિકૃત વ્યાપારી ઉપયોગને રોકવા માટે લેવામાં આવે છે, જેમાં વેપાર, બ્રાન્ડ સંગઠનો અથવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે જે પરવાનગી વિના જાહેર વ્યક્તિની ઓળખનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે.