
Rashmika Mandanna Mysaa Shooting : રશ્મિકા મંદાના પોતાની અપકમિંગ ફિલ્મ માયસામાં એક એક્શન સ્ટાર બનવા માટે કોઈ કસર છોડી નથી. અભિનેત્રીએ આ ફિલ્મ માટે તનતોડ મહેનત કરી રહી છે. આ ફિલ્મ માટે રશ્મિકા મંદાનાએ પોતાન કરિયરની સૌથી મુશ્કિલ પડકાર પૂર્ણ કર્યો છે. રશ્મિકા માયસા ફિલ્મ માટે ભારતની પહેલી ફીમેલ લીડ અંડરવોર્ટર ફાઈટર બની છે. રવિન્દ્ર પુલ્લેના ડાયરેક્શનમાં બની રહેલી આ એક્શન ડ્રામા ફિલ્મમાં રશ્મિકા મંદાના બિલકુલ નવા અવતારમાં જોવા મળશે. આ માટે અભિનેત્રીએ 20 કલાક પાણીની અંદર એક્શન સીકવન્સનું શૂટિંગ કર્યું છે.
માયસામાં રશ્મિકા મંદાના પાણીની અંદર એક્શન કરતી જોવા મળશે. જેના માટે અભિનેત્રીએ પોતાના કરિયરમાં અત્યારસુધીનો સૌથી મુશ્કેલ સ્ટંટ શૂટ કર્યો છે. મેકર્સે આ ખાસ અંડરવોટર ફાઈટ સીકવન્સના કેટલાક બિહાઈન્ડ ધ સીન નો ફોટો શેર કર્યો છે. જેમાં રશ્મિકા મંદાના પાણીની અંદર એક્શનની તૈયારી કરતી ટીમ સાથે જોવા મળી રહી છે.
20 કલાક સુધી પાણીની અંદર રહી શૂટિંગ કરવું કોઈ પણ કલાકાર માટે સરળ હોતું નથી. પરંતુ રશ્મિકા મંદાનાએ પોતાની અપકમિંગ ફિલ્મ માયસા માટે આ ચેલેન્જ સ્વીકાર્યો હતો. ફિલ્મના મેકર્સે દાવો કર્યો કે, આ ભારતની પહેલી ફીમેલ લીડ અંડરવોટર ફાઈટર સીકવન્સ છે. મહત્વની વાત એ છે કે, રશ્મિકાએ આ એક્શન સીનને પુરો કરવા માટે કોઈ બોડી ડબલની મદદ લઈ શૂટ કર્યું ન હતુ. રિપોર્ટ મુજબ આ સીકવન્સને પુરી કરવામાં 2 દિવસ દરમિયાન 20 કલાકનો સમય લાગ્યો હતો.
રશ્મિકા મંદાનાનો બીટીએસ ફોટો શેર કરી ડાયરેક્ટર રવિન્દ્ર પુલ્લે લખ્યું રશ્મિકાની સાતે ભારતની પહેલી મહિલા અંડરવોર્ટર ફાઈટ સીકવન્સ, આ ફિલ્મની શાનદાર લડાય જોવા માટે તૈયાર રહો.
રશ્મિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટને રી-શેર કરી છે અને જણાવ્યું કે, આ અનુભવ કેટલો મુશ્કેલ હતો. તેમણે લખ્યું આ આત્યારસુધીનું સૌથી મુશ્કેલ કામ છે. જે મે મારી જિંદગીમાં કર્યું છે. અમે આના માટે ખુબ આતુર છીએ અને આ કારણે ખુબ ઉત્સાહિત છું.