Breaking News : રણબીર કપૂરે KBC પર ખુલાસો કર્યો, આ 2 લોકોની આંખોમાં જોઈ વાત કરી શકતો નથી

"કૌન બનેગા કરોડપતિ" ના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં હાજર રહેલા રણબીર કપૂરે અમિતાભ બચ્ચન સામે પોતાના બાળપણની યાદો તાજી કરી. તેમણે બિગ બીના ઓરાના પણ વખાણ કર્યા.

Breaking News : રણબીર કપૂરે KBC પર ખુલાસો કર્યો, આ 2 લોકોની આંખોમાં જોઈ વાત કરી શકતો નથી
| Updated on: Oct 28, 2026 | 9:58 AM

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની અપકમિંગ દિવાળી સ્પેશિયલ એપિસોડમાં બોલિવુડ સ્ટાર રણબીર કપૂર આવ્યો હતો. શો દરમિયાન રણબીર કપૂરે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી ખાસ વાતો શેર કરી હતી. અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસતા રણબીર કપૂરે પોતાના દિલની વાત કરી હતી. જેને સાંભળી ચાહકો અને ખુદ બિગ બો ઈમોશનલ થયા હતા.

અમિતાભ બચ્ચનના પ્રતિ પોતાનો પ્રેમ અને સમ્માનને વ્યક્ત કરતા રણબીર કપૂરે ભાવુક થતા કહ્યું સર સૌથી પહેલા તો મારે એ કહેવું છે કે, મારી લાઈફમાં 2 લોકો આવા જ આવે. જેની આંખોમાં આંખો નાંખી વાત કરી શકતો નથી. એક મારા પિતા અને બીજા તમે છો. રણબીર કપૂરની આ વાત પર અમિતાભ બચ્ચનના ચહેરા પર એક સ્માઈલ જોવા મળી હતી. આખો સ્ટુડિયો તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યો હતો.

અનેક યાદો

પોતાના બાળપણના દિવસને યાદ કરતા રણબીર કપૂરે અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ અજુબાના સેટનો એક કિસ્સો સંભળાવ્યો હતો. રણબીર કપૂરે સ્માઈલ કરતા કહ્યું બાળપણથી હું તમારી સામે મોટો થયો છું. મને યાદ છે કે, બાળપણમાં જ્યારે અજુબાની શૂટિંગ દરમિયાન સેટ પર આવ્યો હતો. તે ફોટો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. તે સમયે મે જોયું હતું કે, લાંબો વ્યક્તિ. જેને આજની ઝેન જી ઓરા ફાર્મિંગ કહે છે. તે તમારા થી શરુ થઈ હતી. તમે જ્યારે રુમમાં આવતા હતા. એવું લાગતું હતુ કે, કોઈ ઓરા ભરીને આવ્યા છો.

ઋષિ કપુર અને અમિતાભ બચ્ચનની ફિલ્મો

દિવંગત અભિનેતા ઋષિ કપુર અને અમિતાભ બચ્ચને અમર અકબર એન્થની , કુલી, નસીબ અને 102 નોટ આઉટ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતુ. રણબીર કપૂરે જણાવ્યું કે, જે રીતે તેના પિતા ઋષિ કપુર અને અમિતાભ બચ્ચન વચ્ચે એક મજબુત બોન્ડ હતુ. તેવું સમ્માન આજે પણ બિગ બી માટે પોતાના દિલમાં રાખે છે. તમને જણાવી દઈએ કે, કૌન બનેગા કરોડપતિના રામાયણની કાસ્ટ સાથે ફિલ્માવામાં આવેલ દિવાળી ખાસ સ્પેશિયલ એપિસોડ 29 અને 30 ઓક્ટોમ્બરના સાંજે 9 કલાકે સોની ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવશે.

અમિતાભ બચ્ચનના બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.