Breaking News: રણબીર કપૂરની આવનારી ફિલ્મ ‘રામાયણ’ રિલીઝ પહેલા જ થઈ ફ્લોપ! ટીઝર પરથી જ લોકોએ આપ્યું રિઝલ્ટ, જુઓ Video

Breaking News: સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે ફિલ્મના દ્રશ્યો પર ટીકા કરતા જણાવ્યું કે તેમાં દર્શાવવામાં આવેલી કેટલીક વસ્તુઓ લોજિક અને પરંપરાગત વર્ણન સાથે મેળ ખાતી નથી. ખાસ કરીને યુદ્ધના દ્રશ્યો અને કેટલાક પાત્રોના લુક અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે

Breaking News: રણબીર કપૂરની આવનારી ફિલ્મ રામાયણ રિલીઝ પહેલા જ થઈ ફ્લોપ! ટીઝર પરથી જ લોકોએ આપ્યું રિઝલ્ટ, જુઓ Video
| Edited By: | Updated on: Apr 11, 2026 | 3:48 PM

બોલીવુડમાં પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે, પરંતુ તાજેતરમાં ‘રામાયણ’ આધારિત ફિલ્મના ટીઝર બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ઊભો થયો છે. દર્શકો દ્વારા ફિલ્મના વિઝ્યુઅલ્સ, VFX અને કાસ્ટિંગને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

પાત્રોને સમજવા અને અનુભવું જરૂરી છે

ઘણા યુઝર્સનો મત છે કે માત્ર મોટી સ્ટારકાસ્ટ અને એડવાન્સ ટેક્નોલોજી જેવી કે VFX અને AIનો ઉપયોગ કરીને કોઈપણ પૌરાણિક કથાને સફળ બનાવવી શક્ય નથી. લોકો માને છે કે ‘રામાયણ’ જેવી મહાન કથા રજૂ કરવા માટે કલાકારોએ તેના પાત્રોને સમજવા અને અનુભવું જરૂરી છે, જેથી તેઓ તે ભાવનાઓને પડદા પર જીવંત બનાવી શકે.

ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સેટ્સ અને લોકેશન્સ પણ મૂળ કથાથી ભિન્ન

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે ફિલ્મના દ્રશ્યો પર ટીકા કરતા જણાવ્યું કે તેમાં દર્શાવવામાં આવેલી કેટલીક વસ્તુઓ લોજિક અને પરંપરાગત વર્ણન સાથે મેળ ખાતી નથી. ખાસ કરીને યુદ્ધના દ્રશ્યો અને કેટલાક પાત્રોના લુક અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક દર્શકોનું કહેવું છે કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સેટ્સ અને લોકેશન્સ પણ મૂળ કથાથી ભિન્ન લાગે છે.

સાથે જ કાસ્ટિંગને લઈને પણ ચર્ચા તેજ બની છે. કેટલાક લોકો માને છે કે પૌરાણિક પાત્રોને નિભાવતા કલાકારો માટે ફક્ત એક્ટિંગ પૂરતું નથી, પરંતુ તેમની અંદર તે પાત્રોની ગહન સમજ અને લાગણી પણ હોવી જોઈએ.

જુઓ Video….

શું આ ફિલ્મ આદિપુરુષની જેમ ટ્રોલ થશે?

આ મુદ્દે ઘણા લોકો જૂના સમયના ટીવી શોઝનો ઉલ્લેખ કરી રહ્યા છે, જ્યાં પાત્રોને ખૂબ જ સરળ અને વિશ્વાસપાત્ર રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે દર્શકો સાથે સીધું જોડાણ બન્યું હતું.

આ સમગ્ર વિવાદ વચ્ચે હવે જોવાનું રહેશે કે ફિલ્મના નિર્માતા આ ટીકા અને સૂચનોને કેવી રીતે લે છે અને આગામી સમયમાં ફિલ્મમાં શું ફેરફારો કરે છે. એક વાત સ્પષ્ટ છે કે દર્શકો હવે માત્ર ટેક્નોલોજી નહીં, પરંતુ પ્રામાણિકતા અને ભાવનાત્મક જોડાણ પણ માંગે છે.

Breaking News : રણવીર સિંહને કોર્ટમાં લેખિતમાં Sorry કહેવુ પડ્યું જાણો કેમ ?

Published On - 2:18 pm, Sat, 11 April 26

Follow Us