
બોલિવુડ અભિનેતા રાજકુમાર રાવ ટુંક સમયમાં પ્રહાર ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવલ નિકમમાં જોવા મળશે. આ ફિલ્મ દેશના ચર્ચિત વકીલ ઉજ્જવલ નિકમની જિંદગી પર આધારિત છે. જેમણે 26/11 મુંબઈ આતંકી હુમલા મામલે આતંકી અજમલ કસાબ વિરુદ્ધ કેસ લડ્યો હતો.ફિલ્મમાં રાજકુમાર રાવ ઉજ્જવલ નિકમનું પાત્ર નિભાવી રહ્યો છે. જ્યારે વામિકા ગબ્બી તેની પત્ની જ્યોતિ નિકમની ભૂમિકામાં જોવા મળશે. મૈડોક ફિલ્મના બેનર હેઠળ બનેલી ફિલ્મનું નિર્દેશન અવિનાશ અરુણે કર્યું છે. આ ફિલ્મ 16 ઓક્ટોમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મને લઈ રસપ્રદ વાત એ છે કે, ઉજ્જવલ નિકમ રાજકુમાર રાવના કામથી પરિચિત ન હતા. તેમણેરાજકુમાર રાવની કોઈ ફિલ્મ જોઈ ન હતી. જ્યારે તેમને કહ્યું રાજકુમાર રાવ તેની લાઈફ પર બનેલી સ્ટોરી પર ફિલ્મ બનાવશે. તો તે ચોંકી ગયા હતા. અવિનાશ જી પુછ્યું. આ કોણ રાજકુમાર રાવ ભાઈ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેની આ પ્રતિક્રિયાને ખોટી તરીકે લેવામાં ન આવે. ટુંકમાં તે અભિનેતાને વધારે જાણતા ન હતી.
રાજકુમાર રાવે અગાઉ ઘણી બાયોપિકમાં કામ કર્યું છે. તેમણે હિન્દી સિનેમામાં લગભગ ચાર બાયોપિકમાં કામ કર્યું છે, અને ‘પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવલ નિકમ’ તેમની પાંચમી ફિલ્મ હશે. આ પછી, તેઓ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત ફિલ્મમાં પણ જોવા મળશે, જેને તેમની છઠ્ઠી બાયોપિક તરીકે વર્ણવવામાં આવી રહી છે. તેથી, ઉજ્જવલ નિકમની ભૂમિકા તેમના માટે રિયલ જીવનના બીજા પાત્રને પડદા પર જીવંત કરવાની તક છે. રાજકુમાર રાવની બાયોપિકની યાદીમાં શ્રીકાંત, શાહિદ, અલીગઢ, બોઝ, પ્રહાર અને દાદાનો સમાવેશ થાય છે.
રાજકુમાર રાવની બે ફિલ્મો, “પ્રહાર” અને “રફ્તાર”, એક જ દિવસે રિલીઝ થઈ રહી છે. ગુરુવારે, “પ્રહાર” ના નિર્માતાઓએ જાહેરાત કરી કે આ ફિલ્મ 16 ઓક્ટોબરે રિલીઝ થશે. “રફ્તાર” પણ તે જ તારીખે રિલીઝ થઈ રહી છે. ચાહકો આ બંને ફિલ્મ જોવા માટે આતુર છે.