Breaking News : રજનીકાંતની “જેલર 2” નું ટ્રેલર રિલીઝ, વિદ્યા બાલને 9 સેકન્ડમાં લાઈમલાઈટ લૂંટી, આ બે સુપરસ્ટાર પણ દેખાયા

રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ "જેલર 2" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વિદ્યા બાલન તેના ઓછા સ્ક્રીન સમય છતાં લાઈમલાઈટમાં રહી હતી. ટ્રેલરનો ભાગ બે અન્ય મોટા સ્ટાર્સ પણ છે.

Breaking News : રજનીકાંતની જેલર 2 નું ટ્રેલર રિલીઝ, વિદ્યા બાલને 9 સેકન્ડમાં લાઈમલાઈટ લૂંટી, આ બે સુપરસ્ટાર પણ દેખાયા
| Updated on: Oct 06, 2026 | 8:22 AM

વર્ષ 2023માં નેલ્સન દિલીપકુમારના ડાયરેક્શનમાં રિલીઝ થયેલી જેલરની સફળતા પછી રજનીકાંત હવે આ ફિલ્મની સીક્વલ દ્વારા મોટા પડદાં પર પરત ફરી રહ્યો છે. આ મહિને જેલર 2 રીલિઝ થશે. ત્યારે હવે મેકર્સે આ ફિલ્મનું એક શાનદાર ટ્રેલર વીડિયો રિલીઝ કર્યો છે. ટ્રેલરમાં રજનીકાંતની સાથે સાથે અન્ય સ્ટારની ઝલક પણ જોવા મળી રહી છે.

ટ્રેલર જોઈને એવું લાગી રહ્યું છે કે, રજનીકાંત ફરી એકવખત એક શાનદાર હીરોના રોલમાં દુશ્મનોને ઘૂળ ચટાવતો જોવા મળશે. 2 મિનિટ 24 સેકન્ડના ટ્રેલરમાં મારફાડના અને કેટલાક નાના-મોટા એક્શન સીન પણ છે. આ ફિલ્મમાં બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન પણ જોવા મળશે. ટ્રેલરમાં તેની એક નાનકડી ઝલક જોવા મળી છે. સાડી પહેરેલી છે. તેમજ હાથમાં સિગારેટ સાથે દમદાર રોલમાં જોવા મળી રહી છે.

વિદ્યાબાલનનું શનાદાર પાત્ર

ટ્રેલરમાં તેની એક નાનકડી લાઈન છે. તે રજનીકાંતને પુછે છે કે, કોફી કે ચા? જેના પર રજનીકાંત કહે છે કે નથી જોતી. વિદ્યા બાલન બોલે છે કોફી યા ચા ઓપ્શન નથી. પિઓગે યા નહી. હું આ બોલી રહી નથી. ટ્રેલરમાં વિદ્યા બાલન માત્ર 9 સેકન્ડના સીનમાં જોવા મળી રહી છે. ટ્રેલરમાં વિદ્યા બાલન માત્ર 9 સેકન્ડનો સીન છે પરંતુ જે રીતે તે પોતાની લાઈન બોલે છે. તેને જોઈને લાગી રહ્યું છે કે, ફિલ્મમાં તેનું પાત્ર ખુબ શાનદાર હશે. માનવામાં આવી રહ્યું છે કે, તે ફિલ્મમાં મેન વિલનના રોલમાં છે.

 

 

આ બે સ્ટાર પણ ટ્રેલરમાં જોવા મળ્યા

મિથુન ચક્રવર્તી અને મોહનલાલ જેવા બે મોટા સ્ટાર પણ આ ફિલ્મનો ભાગ છે. મિથુન ચક્રવર્તી ટ્રેલરમાં વ્હીલ ચેર પર જોવા મળી રહ્યો છે. તેની એક નાનકડી ઝલક જોવા મળી રહી છે. મોહનલાલનો પણ એક નાનકડો સીન છે. રજનીકાંતની સાથે સાથે વિદ્યા બાલન,મોહનલાલ અને મિથુન ચક્રવર્તીએ પણ ફિલ્મ માટે ચાહકોની ઉત્સુક્તા વધારી દીધી છે. હવે રિલીઝ પછી જોવાનું રહેશે કે, આ સ્ટાર્સ ઓડિયન્સ પર કેવી રીતે અસર છોડે છે.

4 ભાઈ-બહેનોમાં સૌથી નાના છે રજનીકાંત, બસ કંડક્ટરથી લઈ તમિલ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ માચવનાર અભિનેતાનો પરિવાર જુઓ  અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.