
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સિનેમા જગતની હસ્તીઓને સન્માનિત કરી હતી. આ કાર્યક્રમમાં દેશભરના સુંદર આર્ટિસ્ટ, ડાયરેક્ટર્સ તેમજ ટેકનિશિયનને મેડલ અને પ્રાઈઝ મની આપવામાં આવી હતી. કાર્તિક આર્યનને ફિલ્મ ચંદુ ચેમ્પિયન અને મમૂટીને ફિલ્મ ભ્રમયુગમ માટે બેસ્ટ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તો ફિલ્મ ‘Article 370’ માટે યામી ગૌતમને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ બોલિવુડ સ્ટારને એક ખાસ અપીલ કરી છે.
72માં નેશનલ ફિલ્મ એવોર્ડ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું કે, સફળ અને ફેમસ અભિનેતામાં યુવાઓ અને બાળકોને પ્રભાવિત કરવાની ક્ષમતા હોય છે. જ્યારે કોઈ સ્ટાર લાઈફસ્ટાઈલની વાત કરે છે. તો દેશના કરોડો યુવા તેનું પાલન કરે છે. આ માટે તેમણે અપીલ કરી કે, ફેમસ અભિનેતાઓ હેલ્થ માટે હાનિકારક વસ્તુઓની જાહેરાત બિલકુલ ન કરે, રાષ્ટ્રપતિએ કહ્યું કે, સ્ટાર જે રૌશની ફેલાવે. અંધેરા નહી. આ સાથે તેમણે આર્ટિસ્ટને પોતાની ફૈન ફોલોઈંગ અને સ્ટારડમનો ઉપયોગ સમાજમાં યોગ્ય અને પોઝિટિવ દિશા દેખાડવા માટે કરવાનું કહ્યું છે.
मैं यह अनुरोध करना चाहूंगी कि लोकप्रिय कलाकार स्वास्थ्य के लिए हानिकारक पदार्थों का endorsement न करें। Star वही है जो रोशनी फैलाए, अंधेरा नहीं। https://t.co/5VPwBxK4Y2
— President of India (@rashtrapatibhvn) September 22, 2026
રાષ્ટ્રપતિએ કહ્યું, સિનેમા અને કલા ક્ષેત્ર ફક્ત મુખ્ય કલાકારોથી બનેલું નથી. મોટી સંખ્યામાં મજૂરો, નાના કલાકારો, લાઇટમેન, સ્પોટ બોય, મેકઅપ કલાકારો, કોસ્ચ્યુમ સહાયકો અને અન્ય ઘણા વ્યક્તિઓ ફિલ્મ બનાવવા માટે દિવસ-રાત કામ કરે છે. તેમણે ઉદ્યોગના નેતાઓ અને મુખ્ય પ્રતિનિધિઓને અપીલ કરી કે તેઓ આ ‘સર્જનાત્મક અર્થતંત્ર’ની કરોડરજ્જુ ગણાતા આ નાના કર્મચારીઓના અધિકારો, વાજબી વેતન અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરે. સેટ પર કામ કરતા દરેક વ્યક્તિનું તેમના યોગદાન માટે સન્માન થવું જોઈએ. કારણ કે તેમની મહેનત વિના, કોઈ પણ મોટો પ્રોજેક્ટ કે ફિલ્મ સફળ થઈ શકતી નથી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ફેમસ અભિનેતા હેલ્થ માટે હાનિકારક વસ્તુઓની જાહેરાત બિલકુલ ન કરે. તમને જણાવી દઈએ કે, અજય દેવગન, શાહરુખ ખાન, અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર એલચીના નામે પાન મસાલાની જાહેરાત કરતા જોવા મળે છે. ત્યારે હવે રાષ્ટ્રપતિએ ઈશારા ઈશારામાં આવું ન કરવાની વાત કહી છે. ત્યારબાદ આ સ્ટારે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહ્યા છે.