Pradeep Rawat Death : બેંકની નોકરીથી લઈને રૂપેરી પડદા સુધી, 150 ફિલ્મોમાં અભિનય કરનાર પ્રદીપ રાવતની સ્ટોરી જાણો

Pradeep Rawat Death : અભિનેતા પ્રદીપ રાવતે આ દુનિયાને અલવિદા કહ્યું છે. પોતાના પિતાની જેમ તે ઈન્ડિયન આર્મીમાં જવા માંગતા હતા પરંતુ તે બોલિવુડ સિનેમાના દિગ્ગજ સ્ટાર બની ગયા. તો ચાલો જાણીએ પ્રદીપ રાવતની સ્ટોરી

Pradeep Rawat Death : બેંકની નોકરીથી લઈને રૂપેરી પડદા સુધી, 150 ફિલ્મોમાં અભિનય કરનાર પ્રદીપ રાવતની સ્ટોરી જાણો
| Updated on: Aug 05, 2026 | 7:49 AM

Pradeep Rawat Death : અભિનેતા પ્રદીપ રાવતે આ દુનિયાને અલવિદા કહ્યું છે. પોતાના પિતાની જેમ તે ઈન્ડિયન આર્મીમાં જવા માંગતા હતા પરંતુ તે બોલિવુડ સિનેમાના દિગ્ગજ સ્ટાર બની ગયા. તો ચાલો જાણીએ પ્રદીપ રાવતની સ્ટોરી

સિનેમાની દુનિયામાં 4 ઓગસ્ટના સાંજે એક એવા સમાચાર સામે આવ્યા જેમણે ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક મોટો ઝટકો આપ્યો હતો. આમિર ખાનની ફિલ્મ ગજની સહિત અનેક મોટી ફિલ્મોનો ભાગ રહેલા પ્રદીપ રાવતનું નિધન થયું છે. 74 વર્ષની ઉંમરમાં તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા છે. તે કેન્સર જેવી બીમારી સામે ઝઝુમી રહ્યા હતા. નિધનના સમાચાર સામે આવ્યા બાદ ચાહકો તેને યાદ કરી રહ્યા છે. તેમજ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

પ્રદીપ રાવત માત્ર એક અભિનેતા ન હતા પરંતુ એક એવા કલાકાર હતા. જે માત્ર કોઈ પણ પાત્ર નિભાવતા હતા. બોલિવુડમાં એક દિગ્ગજ અભિનેતા રહ્યા છે. પ્રદીપ રાવતનો જન્મ 21 જાન્યુઆરી 1953માં મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. તેના પિતા એમએસ રાવત ઈન્ડિયન આર્મીમાં હતા. પિતાની જેમ તેનું સપનું પણ આર્મીમાં જવાનું હતુ. પરંતુ તેના કિસ્મતમાં ભારતીય સિનેમાના એક દિગ્ગજ અભિનેતા બનવાનું લખ્યું હતુ.

બેકમાં નોકરી કરી

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આર્મીમાં જવા માટે પ્રદીપ રાવતના તમામ પ્રયાસો ફેલ ગયા હતા. ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પ્રદીપ રાવતે જબલપુરના એક જ બેંકમાં કામ કરવાનું શરુ કર્યું હતુ. ત્યારબાદ તે અભિનેતા રાજ બબ્બરના થિયેટરમાં એક ગ્રુપ સાથે જોડાયો હતો. તેમજ ફિલ્મોમાં જવા માટે રસ્તો ખુલ્યો હતો. તેમણે વર્ષ 1985માં સુભાષના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ મેરી જંગમાં બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જેમાં અનિલ કપુર અને અમરીશ પુરી જેવા સ્ટાર કલાકારો હતા.

આ ભાષામાં ફિલ્મો કરી

એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યા બાદ પ્રદીપ રાવતે ક્યારેય પાછળ વળીને જોયું નથી. હિન્દીની સાથે સાથે તેમણે તમિલ,તેલુગુ,કન્નડ, મલાયલમ,ભોજપુરી, નેપાળી , બંગાળી અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં ફિલ્મો કરી હતી. આટલું જ નહી તેમણે અનેક ટીવી શોમાં કામ કર્યું છે. તેમણે મહાભારતમાં આશ્વતથામાનું પાત્ર નિભાવ્યું હતુ.

પ્રદીપ રાવતની યાદગાર ફિલ્મો

પોતાના 41 વર્ષના કરિયરમાં પ્રદીપ રાવતે 150થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે આમિર ખાન જેવા મોટા અભિનેતાની સાથે પણ લગાન,ગજની અને સરફરોશમાં કામ કર્યું છે. ગજનીમાં તે ખુંખાર વિલનની ભૂમિકામાં હતા. આજે પણ તે કેરેક્ટર બધાને યાદ છે. એસએસ રાજામૌલીની સાંઈ, શાહરુખ ખાનની કોયલા, સની દેઓલની ધ હીરો લવ સ્ટોરી ઓફ ધ સ્પાઈ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે.

 

53 વર્ષીય અભિનેત્રી છે રામાયણની મંથરા, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.