Breaking News : કોર્ટ સુધી પહોંચ્યો ડોન 3નો વિવાદ, રણવીર સિંહ પર પ્રતિબંધ મુકવા બદલ FWICE વિરુદ્ધ અરજી દાખલ

Don 3 Row : જ્યારથી ડોન 3 વિવાદને લઈ રણવીર સિંહ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તમામ સેલિબ્રિટી તેના સપોર્ટમાં આવ્યા છે. હવે રણવીર સિંહ પર પ્રતિબંધ કરવાના નિર્ણયને કોર્ટમાં પડકાર મળ્યો છે. દિગ્ગજ પ્રોડ્યુસર ટીપી અગ્રવાલે FWICE વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

Breaking News : કોર્ટ સુધી પહોંચ્યો ડોન 3નો વિવાદ, રણવીર સિંહ પર પ્રતિબંધ મુકવા બદલ FWICE વિરુદ્ધ અરજી દાખલ
| Updated on: Jun 02, 2026 | 11:06 AM

લાંબા સમયથી ચાલી રહેલા ડોન 3 વિવાદમાં હવે એક નવું ટ્વિસ્ટ સામે આવ્યું છે. અભિનેતા રણવીર સિંહ અને ડોન 3ના મેકર્સ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. ફરહાન અખ્તરના કહેવા પર FWICEએ રણવીર સિંહ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણય પર ફેમસ પ્રોડ્યુસર ટી.પી. અગ્રવાલ ભડક્યા છે. તેમણે બોમ્બે સિવિલ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સંસ્થાઓમાંથી મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો પર પ્રતિબંધ લગાવવો અને તેના વિરુદ્ધ નોન કોપરેટિવનો આદેશ જાહેર કરવાના કલ્ચરને પડકાર્યો છે.

ડોન3 વિવાદને લઈ ફરહાન અખ્તરની ફરિયાદ પર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝે રણવીર સિંહ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ હવે આ સંસ્થા વિરુદ્ધ સિવિલ કોર્ટમાં ટી.પી અગ્રવાલે પિટીશન ફાઈલ કરવામાં આવી છે. પ્રોડ્યુસર ટી.પી અગ્રવાલની આ પિટિશનમાં તેમણે FWICEના એ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યાં સંસ્થાએ રણવીર સિંહ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

કોર્ટમાં પહોંચ્યો ડોન 3 વિવાદ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આ અરજી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને અમ્પ્લોઈઝ અને ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. ટી.પી અગ્રવાલે તર્ક આપ્યું કે, કોઈ પણ એસોસિએશન ટ્રેડ બોડી કે વ્યક્તિ પર પ્રતિંબધ લગાવવો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સભ્યોને કોઈ ખાસ વ્યક્તિની સાથે કામ કરવાથી રોકવાનો નિર્દેશ આપતા કોઈ કાનુની અધિકાર નથી.

અરજીમાં શું કહ્યું?

આ પિટિશન મુજબ આવા નિર્દેશ ઈન્ડસ્ટ્રી ઓર્ગેનાઈઝેશનના રાઈટ્સની બહાર છે અને પ્રોફેશનલ ઈન્ડીપેન્ડસને લઈ ચિંતાઓ ઉભી કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, FWICE અને IMPPA બંન્નેને કોર્ટની નોટિસ જાહેર કરવામાં આવી છે. ટીપી અગ્રવાલે FWICE અને IMPPA વિરુદ્ધ અરજી નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ટી.પી અગ્રવાલ 17 વર્ષથી IMPPAના પ્રેસિડેન્ટ રહ્યા હતા. પોતાની અરજીમાં તેમણે કહ્યું કે, કોઈ પણ ટ્રેડ બોર્ડીની પાસે કોઈ વ્યક્તિ ને પ્રતિબંધ કે બાયકોટ કરવાનો કોઈ હક નથી. તે કોઈ ત્રીજાને તેની સાથે કામ ન કરવાનો નિર્દેશ આપી શકતી નથી.

 

700 કરોડની કમાણી કરનારી ફિલ્મ ધુરંધરના હમઝાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Published On - 11:05 am, Tue, 2 June 26

Follow Us