Breaking News : ‘હેરા ફેરી 3’ના શૂંટિગને લઈ બાબુરાવે કરી સ્પષ્ટતા, કહ્યું અફવાઓ પર ધ્યાન ન આપો

અભિનેતા પરેશ રાવલ હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ભૂત બંગલાને લઈ ચર્ચામાં છે. આ વચ્ચે તેમણે ફિલ્મ હેરા ફેરી 3ને લઈ અપટેડ આપ્યું છે.હાલમાં પરેશ રાવલ ભૂત બંગ્લામાં જોવા મળશે. આ ફિલ્મ 16 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે.

Breaking News : હેરા ફેરી 3ના શૂંટિગને લઈ બાબુરાવે કરી સ્પષ્ટતા, કહ્યું અફવાઓ પર ધ્યાન ન આપો
| Updated on: Apr 06, 2026 | 4:56 PM

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલે તેમની આગામી ફિલ્મ હેરાફેરી 3 ના રિલીઝમાં વિલંબની અફવાઓનો સ્પષ્ટ જવાબ આપ્યો છે.ફિલ્મ હેરા ફેરી 3 ની રિલીઝ તારીખ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મ હેરા ફેરી 3ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો આ ફિલ્મને જોવા આતુર છે. તમેજ આ ફિલ્મને લઈ અનેક અફવાઓ પણ આવતી રહે છે. હાલમાં એવી વાત થઈ રહી હતી કે, ફિલ્મનું શૂટિંગ મોડું શરુ થશે. પરંતુ હવે પરેશ રાવલે આ વાત પર સ્પષ્ટતા કરી છે. તેમણે ફિલ્મના શૂટિંગ વિશે અપટેડ પણ આપ્યું છે.

જલ્દી શરુ કરશે શૂટિંગ

પરેશ રાવલે હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત બંગલાનું પ્રમોશન દરમિયાન “હેરા ફેરી 3” ના શૂટિંગમાં વિલંબની અફવાઓને ફગાવી દીધી હતી. તેમણે પુષ્ટિ કરી હતી કે જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સિક્વલ ચોક્કસપણે બનશે. મીડિયા સાથે વાત કરતા, અભિનેતાએ કહ્યું, “કંઈપણ ચિંતા કરશો નહીં. ‘હેરા ફેરી 3’ આવી રહી છે. હું ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ કરીશ.”

હેરા ફેરી 3 ચર્ચામાં

તમને જણાવી દઈએ કે, ફિલ્મની જાહેરાત ગત્ત વર્ષે થઈ હતી. ત્યારથી હેરા ફેરી 3 ચર્ચામાં છે. પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે,પરેશ રાવ આ પ્રોજેક્ટનો ભાગ રહેશે નહી પરંતુ હવે આ ફ્રેન્ચાઈઝીની સાથે જોડાયો છે. પરેશ રાવલ હેરા ફેરી 3 છોડ્યા બાદ બાદ એવા સમાચાર સામે આવ્યા હતા કે, અક્ષય કુમારે તેના પર 25 કરોડ રૂપિયાના નુકસાન માટે કેસ દાખલ કર્યો છે. તેમણે સમયસર મામલાનો ઉકેલ લાવી દીધો, જેના કારણે અક્ષયે કેસ પાછો ખેંચવો પડ્યો.

‘ભૂત બંગ્લા’ની વાત કરીએ તો, આ ફિલ્મ 16 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ‘ભૂત બાંગ્લા’ એક હોરર-કોમેડી ફિલ્મ છે. તેનું દિગ્દર્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું છે. અક્ષય અને પ્રિયદર્શને 14 વર્ષ પછી આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. અક્ષય કુમાર ઉપરાંત, તબ્બુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની, મિથિલા પાલકર અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે.

 

મિસ ઇન્ડિયા સાથે લગ્ન કર્યા, 2 દીકરાના પિતા, બાબુ ભૈયાના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us