
ટેલિવિઝન અને ઓટીટીની બોલ્ડ અભિનેત્રી નેહલ વડોલિયાએ અભિનેતા કરણ જોશી પર મોટો આરોપ લગાવ્યો છે. નેહલનું કહેવું છે કે, કરણે તેને ઈન્સ્ટાગ્રામ પર અશ્લીલ મેસેજ કર્યા હતા. કરણે નેહલના આરોપોને નકારતા કહ્યું તેનું અકાઉન્ટ હેક થયું હતુ. ત્યારબાદ નેહલે પોતાના સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે અને કરણને કહ્યું કે, જો આ અકાઉન્ટ હેક થયું છે. તો પુરાવા દેખાડો.
નેહલે વીડિયોના કેપ્શનમાં લખ્યું સત્ય શું હોય. પુરાવા સાથે, હવે તમને નક્કી કરો કોણ સાચું અને કોણ ખોટું. શું ખરેખર અકાઉન્ટ હેક થયું હતુ. કે પછી પોતાને બચાવવા માટે આ એક નાટક હતુ.
વીડિયોમાં નેહલે કરણની સાથે પોતાની તમામ ચેટ દેખાડી હતી. તેમણે કહ્યું કે, તેના ઈન્સ્ટાગ્રામ ચેટમાં ડિસઅપિયરિંગ મેસેજ ન હતો. આ સાથે તેમણે 27 જાન્યુઆરી 2026ના કરણના એક મિત્ર સાથે થયેલી વાતચીત પણ દેખાડી છે. નેહલે કરણના ઈન્સ્ટાગ્રામ હેક થવાનો દાવો ખોટો સાબિત કર્યો છે. તેમજ કહ્યું જો સત્ય હોય તો પુરાવા આપો.નેહલે સ્ક્રીનશોર્ટસ દેખાડતા કહ્યું કે, કરણે માત્ર તેને જ નહી પરંતુ બીજાને પણ અશ્લીલ મેસેજ કર્યા હતા.
આ વિવાદ ત્યારથી શરુ થયો જ્યારે નેહલે જાહેરમાં આરોપ લગાવ્યો કે, કરણે 2026ની શરુઆતમાં તેને અશ્લીલ મેસેજ કર્યો હતો. નેહલે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો અને સ્ક્રીનશોર્ટસ શેર કર્યા અને કહ્યું કે, કરણ પહેલા આ ચેટનું ઠીકરું તેના ફ્રેન્ડ પર નાંખ્યું હતુ. ત્યારબાદ કહી રહ્યો હતો કે, ઈનસ્ટાગ્રામ હેક થયું છે. નેહલે એ પણ આરોપ લગાવ્યો કે, કરણે એક પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તેમજ કેટલાક ફ્રેન્ડને તેના પર દબાણ નાંખી આ પોસ્ટ ડિલિટ કરી ચુપ રહેવા કહ્યું હતુ.
જેના જવાબમાં કરણે તમામ આરોપને નકાર્યા અને કહ્યું કે,પ્રમોશનલ ફેઝ દરમિયાન તેનું અકાઉન્ટ હેક થયું હતુ. અભિનેતાએ કહ્યું કે,આ મામલે એક ગ્રુપ કોલમાં વાત થઈ હતી. આ વિવાદે તેને અને તેના પરિવારને માનસિક રીતે પરેશાન કર્યા છે. હજુ સુધી કોઈ પણ પક્ષે પોલિસ ફરિયાદ કરી નથી. નેહલ વડોલિયા એક અભિનેત્રી અને મોડલ છે જે હિન્દી અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તે ગંદી બાત 3, જુલી અને રસિલી પડોસન જેવા શોથી ઓળખ મેળવી હતી. તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાની મિત્ર નેહાની ભૂમિકા ભજવી હતી.