Breaking News : લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના બ્રેકઅપ પાછળનું કારણ જણાવ્યું, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પાછળની સ્ટોરી પણ શેર કરી

લલિત મોદીનો ઈન્ટરવ્યુ હાલમાં લોકોમાં ચર્ચામાં છે. તેમણે આપેલા લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં પોતાની અને સુષ્મિતા સેનની લવ સ્ટોરી પર વાત કરી તેમજ બ્રેકઅપ ક્યાં કારણોસર થયું તેના વિશે કહ્યું હતુ. તો ચાલો જાણીએ વિસ્તારથી.

Breaking News : લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના બ્રેકઅપ પાછળનું કારણ જણાવ્યું,  ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પાછળની સ્ટોરી પણ શેર કરી
| Updated on: Jun 02, 2026 | 10:25 AM

બિઝનેસમેન લલિત મોદીએ પોતાના અને બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના સંબંધો વિશે પહેલી વખત ખુલીને વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેના પાછળનું કારણ અને બ્રેકઅપનું કારણ જણાવ્યું છે. તેમણે સુષ્મિતા સેનના વખાણ કરતા કહ્યું કે, આજે પણ સુષ્મિતા સેન તેની સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે. તો ચાલો જાણીએ લલિત મોદીએ શું કહ્યુ

બ્રેકઅપ કેમ થયું?

લલિત મોદીએ હ્યુમન્સ ઓફ બોમ્બેમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું સુષ્મિતા સેન મારા માટે ખુબ સ્પેશિયલ હતી. તેમણે મને બહુ બધું શીખવાડ્યું છે. આજે પણ તે મારા માટે સ્પેશિયલ છે. જ્યારે મે તેની સાથે ઈન્સ્ટાગ્રામ ફોટો પોસ્ટ કરી હતી. તે દિવસે તે મારી જિંદગીનો સૌથી ખાસ ભાગ હતી. કદાચ આગળ પણ સાથે હોત પરંતુ અમારી વચ્ચે અંતર વધારે હતું. તેનું કરિયર ઈન્ડિયામાં હતુ અને મારી લાઈફ લંડનમાં છે. પરંતુ તેની સાથે ખુબ સુંદર સંબંધો હતા. મારી તેની સાથે ખુબ પ્રેમભરી યાદો છે, આજે પણ તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે.

 

 

 

  પોસ્ટ પાછળની સ્ટોરી કહી

લલિત મોદીએ યાદ કરતા કહ્યું અમારી કોઈ વાત પર ઝઘડો થઈ રહ્યો હતો અને મે કહ્યું કે,હું પોસ્ટ કરવા જઈ રહ્યો છું. તેમણે મજાકમાં લીધું અને મે પોસ્ટ કરી દીધું, હું સાર્ડિનિયા જઈ રહ્યો હતો અને તે લંડન આવી રહી હતી. મારી મમ્મીને મળવા. ત્યારે લંડનમાં હતા. ત્યારે પોસ્ટ કરી હતી. હું જ્યાં સુધી સાર્ડિનિયા પહોંચ્યો ત્યાં સુધી તો આ પોસ્ટ નેશનલ ન્યુઝ બની ગઈ હતી. તેમણે કહ્યું કે, આ પોસ્ટ તે ક્યારે પણ ડિલીટ નહી કરે. મે ક્યારે પણ વિચાર્યું નથી કે, હું ડિલિટ કરીશ. અમને બંન્નેને કોઈ વાતનો અફસોસ નથી. તમને જણાવી દઈએ કે, તે વર્ષે ચોથા અને પાંચમાં સ્થાને ગુગલ પર સર્ચ થનાર કપલ હતુ.

વર્ષ 2022માં કરી જાહેરાત

તમને જણાવી દઈએ કે, લલિત મોદીએ વર્ષ 2022માં સુષ્મિતા સેનની સાથે ફોટો પોસ્ટ કરી પોતાના સંબંધોની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે, એક વૈશ્વિક પ્રવાસ બાદ લંડનમાં છુ. માલદીવ અને સાર્ડિનિયામાં પરિવાર સાથે અને મારી બેટર હાફ સુષ્મિતા સેન સાથે એક નવી શરુઆત એક નવું જીવન હું ચાંદ પર છું

50 વર્ષની ઉંમરે કુંવારી પરંતુ 2 દીકરીની માતા છે અભિનેત્રી, 18 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ બની હતી આવો છે પરિવાર અહી ક્લિક કરો

Published On - 9:43 am, Tue, 2 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.