AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanu Weds Manu 3 : ‘તનુ વેડ્સ મનુ 3’ પર મોટી અપડેટ, 11 વર્ષ પછી કંગના-માધવનની જોડી પરત ફરશે

Tanu Weds Manu 3 : કંગના રનૌતની ભારત ભાગ્ય વિધાતા થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. એક બાજુ ફિલ્મ થિયેટરમાં આવી ચૂકી છે. તો બીજી બાજુ તેની સુપરહિટ ફિલ્મ પર મોટું અપડેટ સામે આવ્યું છે. તનુ વેડ્સ મનુ 3ને લઈ મહત્વની અપડેટ સામે આવી છે.

Tanu Weds Manu 3 : 'તનુ વેડ્સ મનુ 3' પર મોટી અપડેટ, 11 વર્ષ પછી કંગના-માધવનની જોડી પરત ફરશે
| Updated on: Jun 12, 2026 | 10:16 AM
Share

કંગના રનોત છેલ્લી વખત ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળી હતી. જે વર્ષ 2025માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ ચાહકો તેની અપકમિંગ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે તેની ફિલ્મ ભારત ભાગ્યવિધાતા થિયેટરમાં આવી ચૂકી છે. તેની બીજી સુપરહિટ ફ્રેન્ચાઈઝી તનુ વેડ્સ મનુ પર મોટું અપડેટ પણ સામે આવ્યું છે. એવી ચર્ચા છે કે, કંગના રનૌત અને આર માધવન સ્ટાર ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરુ થશે.

વર્ષ 2011માં રિલીઝ થયેલી કંગના રનૌતની ફિલ્મ તનુ વેડ઼્સ મનુ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. ત્યારબાદ 2015માં તનુ વેડ્સ મનુ રિટર્ન આવી હતી. જેમણે પોતાના પહેલા પાર્ટનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારબાદ ચાહકો લાંબા સમયથી તનુ વેડ્સ મનુ 3ની રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહ પૂર્ણ થવા જઈ રહી છે. કારણ કે, તનુ વેડ્સ મનુ 3 પર કામ શરુ કરવા જઈ રહી છે. ટુંકમાં 11 વર્ષ પછી મોટા પડદા પર કંગના રનૌત અને આર માધવનની જોડી જોવા મળશે.

તનુ વેડ્સ મનુ 3 પર અપડેટ

મીડિયા રિપોર્ટ મુજબ તનુ વેડ્સ મનુ રિટર્નના લાંબા સમય પછી કંગના રનૌત અને આર માધવન આ પોપ્યુલર ફ્રેન્ચાઈઝીના આગામી ચેપ્ટર માટે ફરી સાથે જોવા મળશે. તનુ વેડ્સ મનુ 3 ઓફિશિયલી આવી રહી છે. જેને તનુ વેડ્સ મનુ ધ નેક્સ્ટ ચેપ્ટર નામ આપવામાં આવ્યું છે.આ ત્રીજી ફિલ્મનું શૂટિંગ 2026 માં શરૂ થવાનું છે. ઇરોસ યુનિવર્સના બેનર હેઠળ ઇરોસ ઇનોવેશન દ્વારા તેને આગામી પ્રોજેક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે નિર્માતાઓએ હજુ સુધી વિગતવાર પ્રોડક્શન શેડ્યૂલ શેર કર્યું નથી, એવી આશા છે કે, આ પ્રોજેક્ટ 2026 માં પૂર્ણ થશે.

આનંદ એલ રાય નહી હશે ડાયરેક્ટર

છેલ્લા 2 પાર્ટને મળેલા સારા રિસ્પોન્સ બાદ મેકર્સે ત્રીજા પાર્ટને લઈ સંપૂર્ણ તૈયાર છે, રિપોર્ટ મુજબ આ વખતે તનુ વેડ્સ મનુ 3 આનંદ એલ રાય નહી પરંતુ મિતાક્ષરા કુમાર ડાયરેક્ટ કરશે. જે ધ અમ્પાયર અને હીરામંડીમાં પોતાના કામ માટે જાણીતી છે. આ પ્રોજેક્ટને રુદ્રાક્ષ જ્યોતિ સોમા લિમિટેડ પણ કો-પ્રોડ્યુસ કરી રહી છે.

કંગના અને આર માધવન સિવાય ચાહકો આ ફ્રેન્ચાઈઝીના જાણીતા ચેહરાને ફરી જોવા માટે આશા કરી રહ્યા છે. દીપક ડોબરિયાલ,જિમી શેરગિલ,સ્વરા ભાસ્કર અને મોહમ્મદ જીશાન અય્યુબ જેવા સ્ટારે આ ફિલ્મમાં મહ્તવના રોલમાં હતો. હજુ કાસ્ટિંગને લઈ કોઈ ઓફિશિયલ અનાઉસમેન્ટ કરવામાં આવ્યું નથી.

અભિનેતાનો પુત્ર બોલિવુડથી દુર સ્પોર્ટસમાં બનાવી રહ્યો છે કરિયર, પિતાએ આપી છે રોમેન્ટિક ફિલ્મો અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">