
હેલોવીનએ ફિલ્મો જોવાની એક સુંદર તક છે. જેમાં ડરામણો માહૌલ, રહસ્ય અને અચાનક ચોંકાનાર પળ હોય છે. ઈન્ડિયન સિનેમામાં હોરર ફિલ્મને અનેક રીતે રજુ કરવામાં આવી છે. જેમાં લોકકથા અને ભૂતિયા ઘરથી લઈ ખૌફનાક આત્માઓ અને શાનદાર કોમેડી સુધી. જો તમે આ હેલોવિન પર હોરર ફિલ્મ જોવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કેટલીક એવી ફિલ્મો છે. જે તમે વોચલિસ્ટમાં સામેલ કરી શકો છો.
વીરાના વર્ષ 1988માં રિલીઝ થઈ હતી. ફિલ્મને શ્યામ અને તુલસી રામસે નિર્દેશિત કરી હતી. ફિલ્મમાં જૈસ્મિન નામની એક સુંદર છોકરી હતી. જેને એક ડાયને પોતાના વશમાં કરી હતી. રિપોર્ટ મુજબ 60 લાખમાં બનેલી આ ફિલ્મે 2.50 કરોડનું કલેક્શન કર્યું હતુ.
રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ભૂતમાં અજય દેવગણ અને ઉર્મિલા માતોડકર મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મમાં એક કપલની સ્ટોરી છે. જે એક નવા એપાર્ટમેન્ટમાં રહેવા જાય છે. અહી તેની પત્ની અજીબોગરીબ વર્તન કરવા લાગે છે. જેનાથી ડરામણો માહોલ અને સસ્પેન્સ જોવા મળે છે.
આર માધવાન સ્ટાર આ થ્રિલર ફિલ્મ એક એવા પરિવારની સ્ટોરી છે. જે એક નવા એપાર્ટમેન્ટમાં રહેવા માટે જાય છે. અહી તેમણે એક ટીવી સીરિયલ સાથે જોડાયેલી અજીબોગરીબ ઘટનાનો સામનો કરવો પડે છે. જેમ જેમ સ્ટોરી આગળ વધે છે. તેમ રસ્પ્રદ બને છે.
અક્ષય કુમાર,વિદ્યા બાલન અને શાહની આહુજા અભિનીત આ સાઈકોલોજિકલ હોરર-કોમેડી ફિલ્મ એક જુની હવેલીની આસપાસ ફરે છે. જેના વિશે માનવામાં આવે છે કે, અહી મંજુલિકાનો વાસ છે. અનેક ઘટનાઓ બનવા લાગે છે. એક મનોચિકિત્સકને બોલાવવામાં આવે છે. આ ફિલ્મમાં સસ્પેન્સ,સાઈકોલોજિકલ ડ્રામા અને શાનદાર એક્ટિંગ સ્ટારની જોવા મળશે.
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત, “સ્ત્રી” અલૌકિક હોરર અને કોમેડીનું મિશ્રણ કરે છે. ચંદેરી શહેર પર આધારિત આ ફિલ્મ એક રહસ્યમય સ્ત્રી આત્માની આસપાસ ફરે છે. જે એક ખાસ તહેવાર દરમિયાન દેખાય છે અને પુરુષોનું અપહરણ કરે છે. શહેરી લોકકથાઓથી પ્રેરિત, આ ફિલ્મ રમૂજ અને કેટલીક ડરામણી ક્ષણો બંને રજૂ કરે છે.
રાહી અનિલ બર્વે દ્વારા દિગ્દર્શિત, “તુમ્બાડ” ભારતીય પૌરાણિક કથાઓ અને લોકકથાઓ પર આધારિત એક પીરિયડ હોરર ફિલ્મ છે. સોહુમ શાહ અભિનીત, આ ફિલ્મ વિનાયક રાવની વાર્તા કહે છે, જે “હસ્તર” નામના રહસ્યમય દેવતા સાથે સંકળાયેલા છુપાયેલા ખજાનાને શોધવા માટે ઝનૂની છે. ફિલ્મની ભયાનક ગ્રામીણ સેટ, રુંવાડા ઉભા કરી દેતા દર્શ્યો અને અસ્વસ્થ સ્ટોરી તેમને ભારતીય સિનેમાના સૌથી યાદગાર હોરર અનુભવોમાંની એક બનાવે છે.