Breaking News : આદિત્ય ધર બોક્સ ઓફિસનો સાચો ધુરંધર, રેકોર્ડ છે અદ્ભુત

Director Aditya Dhar : બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક થી એક શાનદાર ડાયરેક્ટર છે. જેમણે શાનદાર પ્રદર્શન કર્યું છે. કેટલાક ડાયરેક્ટર એવા છે. જેની 1-2 ફિલ્મ છોડી બધી ફિલ્મો હિટ ગઈ છે. આ લિસ્ટમાં આદિત્ય ધરનું નામ પણ જોડાયું છે. ધુરંધર 2 તેની ત્રીજી હિટ ફિલ્મ છે.

Breaking News : આદિત્ય ધર બોક્સ ઓફિસનો સાચો ધુરંધર, રેકોર્ડ છે અદ્ભુત
| Updated on: Mar 23, 2026 | 4:47 PM

Aditya Dhar Box Office Collection : બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા ડાયરેક્ટર છે. જેઓ ક્રાફ્ટ માટે જાણીતા છે. આ લિસ્ટમાં આદિત્ય ધરનું નામ પણ જોડાયું છે. જ્યારે જેપી દત્તાની પૈટ્રિઓટિક ફિલ્મોમાં શાનદાર બોક્સ ઓફિસ પર જોવા મળી હતી. પરંતુ હવે આદિત્ય ધરની પૈટ્રિઓટિક ફિલ્મો દુનિયાભરમાં નામ કમાય રહી છે. પોતાના કરિયરમાં 3 ફિલ્મ ડાયરેક્ટર કરી છે. જેમાં 2 ફિલ્મ મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ છે. હવે ધુરંધર 2 ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવી રહી છે.

વિશ્વભરમાં 2500 કરોડ રુપિયાથી વધુ કમાણી

ધુરંધર: ધ રીવેન્જ આદિત્ય ધરની કારકિર્દીની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મ થિયેટરોમાં પણ ખૂબ જ સફળ સાબિત થઈ રહી છે. ફક્ત ત્રણ દિવસમાં, તેણે તેના લાઈફની કોઈપણ અન્ય ફિલ્મ કરતાં વધુ કમાણી કરી છે. ચાલો આદિત્ય ધરની કારકિર્દીનો ગ્રાફ અને તેણે ફક્ત ત્રણ ફિલ્મો દ્વારા વિશ્વભરમાં 2500 કરોડ રુપિયાથી વધુ કમાણી કેવી રીતે કરી છે તે વિશે જાણીએ.

 

 

સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ

આદિત્ય ધરે વર્ષ 2019માં ઉરી ફિલ્મથી પોતાનું ડાયરેક્શન ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મનું બજેટ રિપોર્ટ મુજબ 44 કરોડ રુપિયાનું હતુ. તેમજ ફિલ્મે 342 કરોડથી વધારેનું કલેક્શન કર્યું હતુ. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ સિવાય ફિલ્મ ધુરંધરની વાત કરીએ તો આ ફિલ્મે 2025માં બોક્સ ઓફિસ્ પર અનેક રેકોર્ડ તોડી નાંખ્યા હતા. ફિલ્મે 1350 કરોડનું કલેક્શન કર્યું અને હજુ પણ સિનેમાની બીજી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે. હવે 2026માં ધુરંધર ધ રીવેન્જ રિલીઝ થઈ છે. જેનો પણ ચાહકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

આ ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત અને રાકેશબેદી જેવા સ્ટારની આ ફિલ્મ ખુબ વધારે જોવામાં આવી રહી છે. ફિલ્મે 4 દિવસની અંદર 761 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે.તેને જોઈને લાગે છે કે, આ ફિલ્મ રિલીઝના એક અઠવાડિયામાં 1000 કરોડનું કલેક્શન કરી લેશે.આદિત્ય ધરની ફિલ્મોએ સામૂહિક રીતે 2,460 કરોડની કમાણી કરી છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે, અને કદાચ ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ દિગ્દર્શકની ફિલ્મોએ આટલી કમાણી કરી નથી.

પત્નીએ લગ્નમાં પહેરી 33 વર્ષ જુની સાડી, ધુરંધર ફિલ્મના ડિરેક્ટરનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us