
બોલિવુડના કિંગ શાહરુખ ખાનનો જન્મદિવસ હોય અને ચાહકોને ગિફ્ટ ના મળે તેવું બની જ ન શકે. અડધી રાતે શાહરુખ ખાને તેના ચાહકોને ગિફ્ટઆપી છે. તેની અપકમિંગ ફિલ્મ કિંગનું પહેલું ગીત તૂ મિલ જાયે તો રિલીઝ કરવામાં આવ્યું છે. શાહરુખ ખાનનું આ રોમેન્ટિક ગીત છે પરંતુ થોડા વેસ્ટનાઈસ્ડ કરવામાં આવ્યું છે. આ સાથે હંમેશાની જેમ દીપિકા પાદુકોણ સાથે શાહરુખ ખાનની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે.
ગીતમાં અરજીત સિંહ અને એડ શીરનનું કોલાબોરેશન આ ગીતને વધારે ખાસ બનાવી રહ્યું છે. આ સાથે શાહરુખ ખાન આ ફિલ્મમાં બે પ્રકારના અવતારમાં જોવા મળી રહ્યા છે. એક બાજુ તેનું રોમેન્ટિક એંગલ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ નાના-મોટા બ્રૂટલ સીન દેખાડવામાં આવી રહ્યા છે. જે ફિલ્મમાં શાહરુખ ખાનના પાત્રને ક્લુ આપી રહ્યા છે. ગીતના ટૈમો મુજબ કોરિયોગ્રાફી સુંદર છે.
કિંગના ગીત વિશે વાત કરીએ તો. આમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની કેમિસ્ટ્રીથી વધારે એડ શીરન અને અરજીત સિંહની જોડીના વખાણ થઈ રહ્યા છે. ગીતના વચ્ચે એડ શીરનના રેપ આને ખાસ બનાવી રહ્યું છે. તેમજ વેસ્ટર્ન ફીલ આપી રહ્યું છે. ગીતને કલાકોમાં 2 મિલિયનથી વધારે વ્યુ મલી ચુક્યા છે. ચાહકો પોઝિટિવ રિએક્શન આપી રહ્યા છે. લોકોએ કહ્યું શાનદાર ચાર્ટબસ્ટર સોન્ગની રેસિપી છે.
શાહરુખ ખાનની કિંગ ફિલ્મ 24 ડિસેમ્બર 226ના રોજ સિનેમાઘરોમાં ક્રિસમસના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મથી શાનદાર કમાણીની આશા છે. આ સાથે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પોતાનું બોલિવુડ ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, રાધવ જુયાલ, અભય વર્મા, આદિલ વારસી, જેકી શ્રોફ, અનિલ કપુર અને જયદીપ અહલાવત પણ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.