
Bigg Boss 20ની રાહ હવે પૂર્ણ થઈ છે. જિઓ હોટસ્ટાર અને કલર્સે આજે બિગ બોસ 20ની ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં ચાહકોને આ સીઝનની પહેલી ઝલક દેખાડવામાં આવી છે. આ સીઝન 6 સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે. એક નવા અધ્યાયની શરુઆત કરતા સલમાન ખાને પોતાના અંદાજમાં હોસ્ટ તરીકે પરત ફર્યા છે. તે એક ઘોડા સાથે એન્ટ્રી કરે છે. અને રહસ્યમયી વાત કરતા કહે છે કે, જે કરણ -અર્જુનમાં થયું હતુ. તે હવે બિગ બોસમાં થશે.
તથાસ્તુ ટીઝરમાં એક વિઝુઅલ હિંટ પણ છે. જે ચાહકોમાં આ વાતને લઈ એક્સાઈટમેન્ટ જગાવે છે કે, આ સીઝનમાં શું શું થશે.
નવી સીઝન વિશે વાત કરતા સલમાન ખાન કહે છે કે, બિગ બોસની દરેક સીઝન એક નવી રમત નવા સમીકરણ સાથે શરુ થાય છે. પરંતુ આ સીઝનમાં એક રહસ્ય છે. તે પહેલા કોઈ પણ સીઝનથી બિલકુલ અલગ બનાવે છે. પહેલી હિંટ સામે આવી ચૂકી છે. બસ તમારે ધ્યાનથી જોવાની જરુર છે. ટીઝર તો બસ શરુઆત છે.હું એ જોવા માટે ખુબ ઉત્સાહિત છું કે, જ્યારે બિગ બોસ હિન્દી સીઝન 20 શરુ થશે. તો ચાહકો કઈ રીતે આ મિસ્ટ્રી સમજશે.
બિગ બોસ નાના પડદા પરનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો છે. તેની સાથે ઘણા શો શરૂ થયા છે, પરંતુ ચાહકોના હૃદયમાંથી બિગ બોસને દૂર કરવું મુશ્કેલ જ નહીં પણ અશક્ય પણ લાગે છે. આ જ કારણ છે કે તેણે વીસ સીઝન જોઈ છે, દરેક સીઝન છેલ્લી સીઝન કરતા વધુ સફળ અને લોકપ્રિય હતી. પાછલી સીઝનની વાત કરીએ તો, બિગ બોસ 19, ટીવી સ્ટાર ગૌરવ ખન્ના વિજેતા હતા.
બિગ બોસ 20ની શરુઆત 6 સપ્ટેમ્બરથી શરુ થશે. આ શો 9 કલાકે જિયોહોટસ્ટાર પર આવશે. તેમજ કલર્સ ટીવી પર સાંજે 10:30 કલાકે ટેલીકાસ્ટ થશે. આ વખતે બિગ બોસ 20માં અનેક નવા ચહેરાઓ જોવા મળી શકે છે. હજુ સુધી કોઈ પણ સ્પર્ધકનું નામ ફાઈનલ થયું નથી.