BCCI Pension Scheme : ફર્સ્ટ-ક્લાસથી લઈને ઈન્ટરનેશનલ લેવલ સુધી, BCCI પેન્શનમાં કોણ કઈ કેટેગરીમાં સામેલ

BCCI Pension Scheme : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ રિટાયરમેન્ટ પછી પણ ખેલાડીઓનું ધ્યાન રાખે છે. બોર્ડ તરફથી ખેલાડીઓ અને અમ્પાયરોને પેન્શન આપવામાં આવે છે. તો ચાલો જાણીએ કોને કઈ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

BCCI Pension Scheme : ફર્સ્ટ-ક્લાસથી લઈને ઈન્ટરનેશનલ લેવલ સુધી, BCCI પેન્શનમાં કોણ કઈ કેટેગરીમાં સામેલ
| Updated on: Aug 05, 2026 | 9:54 AM

શું તમે જાણો છો કે, બીસીસીઆઈ તરફથી સચિન તેડુંલકર, એમએસ ધોની અને તેના જેવા તમામ ક્રિકેટરોને પેન્શન આપવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા ખેલાડીઓને ભારતીય બોર્ડ તરફથી પેન્શન આપવામાં આવે છે. પહેલા માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જ પેન્શન આપવામાં આવતું હતુ પરંતુ હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને પણ પેન્શન આપવામાં આવે છે.

ભારતીય ક્રિકેટર અજિક્ય રહાણેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી બીસીસીઆઈની પેન્શન સ્કીમની ખુબ ચર્ચા થઈ રહી છે.ખેલાડીઓને અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ પેન્શન મળે છે. ઘરેલુ ક્રિકેટરોને ઓછું પેન્શન મળે છે, ટેસ્ટ ક્રિકેટરોને વધુ મળે છે, અને સૌથી વધુ પેન્શન સૌથી સિનિયર ખેલાડીઓને આપવામાં આવે છે.

બીસીસીઆઈ પેન્શન યોજના

બીસીસીઆઈ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂકેલા પૂર્વ ક્રિકેટરોને પેન્શન યોજના હેઠળ દર મહિને 30,000 રૂપિયા મળે છે. આ સિવાય 2003 પહેલા ફર્સ્ટ ક્લાસ પુરુષ અને મહિલા ખેલાડીઓને બોર્ડ તરફથી દર મહિને 45,000 રુપિયા આપવામાં આવે છે.

દેશ માટે ઈન્ટરનેશનલ લેવલ પર ધમાલ મચાવી ચૂકેલી મહિલા ખેલાડીઓને બોર્ડ તરફથી દર મહિને 52,500 રુપિયા આપવામાં આવે છે. દેશના પૂર્વ ટેસ્ટ ક્રિકેટરોને 60,000 મહિને પેન્શન મળે છે. બોર્ડ તરફથી વરિષ્ઠ પૂર્વ ટેસ્ટ ક્રિકેટરો જેને ભારતીય ટીમ તરફથી 25 કે 25થી વધારે ટેસ્ટ મેચ રમી છે. તેને 70,000 દર મહિને પેન્શ આપવામાં આવે છે. આટલું જ નહી ઘરેલું ક્રિકેટમાં ઓછામાં ઓછી 10 ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર પૂર્વ ક્રિકેટરોને બોર્ડ તરફથી 10 લાખ રુપિયા તબીબી ખર્ચ આપવામાં આવે છે.

સચિન તેંડુલકર અને એમએસ ધોની જેવા ખેલાડીઓને પેન્શન તરીકે 70,000 રુપિયા મળે છે. આ તમામ ખેલાડીઓએ કરિયરમાં 25 થી વધારે ટેસ્ટ મેચ રમી છે.

2004થી પેન્શન આપી રહ્યું છે બીસીસીઆઈ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવા ક્રિકેટ બોર્ડ પણ પોતાના રિટાયરમેન્ટ ખેલાડીોને પેન્શન આપી રહી છે પરંતુ બીસીસીઆઈ લાંબા સમયથી આ લાભ આપી રહી છે. ભારતીય બોર્ડ 2004 થી પેન્શન આપી રહ્યું છે. ટુંકમાં સ્કીમને લઈ અંદાજે 22 વર્ષનો સમય પસાર થઈ ચૂક્યો છે. તે સમયે કુલ 174 ખેલાડીઓ અને અધિકારીઓને 5000 રુપિયાનું પેન્શનના રુપમાં મળવાની વાત થઈ હતી. તે સમયે ખેલાડીઓના પેન્શન માટે ઓછામાંઓછી એક ટેસ્ટ મેચ રમવી જરુરી હતી. પરંતુ હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને પણ આ યોજનાનો લાભ મળે છે.

 

Breaking News : શ્રીલંકા પહોંચતા જ ભારતીય ટીમને ખરાબ સમાચાર મળ્યા ! મેચ ખતરામાં, જાણો આખો મામલો શું છે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.