Breaking News : આશા ભોંસલેનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ

આશા ભોંસલેનું 12 એપ્રિલના રોજ 92 વર્ષની વયે અવસાન થયું. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંગરના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. શું તમે જાણો છો કે આશા તાઈનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધપાત્ર છે?

Breaking News :  આશા ભોંસલેનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી,  ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ
| Updated on: Apr 13, 2026 | 11:34 AM

ભારતીય સંગીત ઈન્ડસ્ટ્રી માટે ખુબ જ દુખદ સમાચાર છે કે, આશા ભોંસલે દુનિયાને અલવિદા કહ્યું છે. 12 એપ્રિલના રોજ 92 વર્ષની વયે આશા ભોંસલેનું નિધન થયું હતુ. આશા ભોંસલેને તબિયત લથડતા હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંગરના નિધનથી સમગ્ર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી શોકમાં છે. પરંતુ શું તમે જાણો છો કે, આશા તાઈના નામે એક સુંદર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ છે. તો ચાલો જાણીએ આ રેકોર્ડ શું છે.

અનેક એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે આશા ભોંસલે

આશા ભોંસલે પોતાના મ્યુઝિક કરિયરમાં અનેક આઈકોનિક ગીત ગાયા છે. તેના ગીતનો અવાજ આજે પણ ચાહકો પસંદ કરે છે. આશા ભોંસલે તેના શાનદાર ગીતો માટે અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. વર્ષ 2008માં તેને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2000માં દાદા સાહેબ એવોર્ડ મળ્યો હતો. આ સિવાય સર્વશ્રેષ્ઠ મહિલા પાર્શ્વ સિંગર તરીકે તેને કુલ 7 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે.

આશા ભોંસલે બનાવ્યો હતો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

શું તમે જાણો છો આશા ભોંસલે ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થનારી પહેલી ભારતીય મહિલા સિંગર હતી. તેને વર્ષ 2005માં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. આટલું જ નહી તેનું નામ ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. તેમણે 20 થી વધુ ભારતીય ભાષામાં 11 હજારથી વધારે ગીત ગાયા છે. આ માટે તેને મોટો એવોર્ડ પણ મળ્યો છે. સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેના અવસાન પછી, તેમના વિશે ઘણી રસપ્રદ વાતો સામે આવી છે. તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે પણ એક અનોખી માહિતી સામે આવી છે. આશ્ચર્યજનક રીતે, આશા ભોંસલે ગાયકોમાં ફક્ત એઆર રહેમાનને ફોલો કરતા હતા.

તમને જણાવી દઈએ કે, આશા ભોંસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો. તેમને 1948માં ચુનરિયાથી કરિયરની શરુઆત કરી હતી. છેલ્લા 7 દશકથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. પોતાના કરિયરમાં આશા ભોંસલે હિન્દી,મરાઠી, અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં હજારો ગીત ગાયા છે.

 

Asha Bhosle Family Tree : અડધા ગુજરાતી એવા આશા ભોંસલેનુ ટુંકી માંદગીથી નિધન, જાણો તેમના પરિવારમાં કોણ કોણ છે ? અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.