
હિન્દી સિનેમા જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવુડ સુપરસ્ટાર અજય દેવગણને ઈન્ડસ્ટ્રીમાં પહેલી બ્રેક આપી રાતોરાત સ્ટાર બનાવનાર જાણીતા ફિલ્મ ડાયરેક્ટર કુકૂ કોહલીનું નિધન થયું છે.77 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પટિલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કુકૂ કોહલીનું સાચું નામ સંદેશ કોહલી હતુ અને તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમના અચાનાક નિધનથી બોલિવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
ફિલ્મમેકર અને કુકૂ કોહલીના નજીકના મિત્ર અશોક પંડિતે તેના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ બચાવી શક્યા નહી. અશોક પંડિતે કહ્યું કે, તે એકદમ ફિટ હતા. તેમને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી.બોલીવુડ ફિલ્મ દિગ્દર્શક કુકૂ કોહલીએ 1990માં અરુણા ઈરાની સાથે લગ્ન કર્યા હતા. તેમનું 25 ઓગસ્ટ 2026ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે.
કુકુ કોહલી ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી પદ પર લાંબા સમય સુધી કાર્યરત રહ્યા હતા. તેના પરિવારમાં તેની પત્ની ફેમસ ગુજરાતી અભિનેત્રી અરુણા ઈરાની છે. આ સિવાય તેની પહેલી પત્ની રીટા કોહલીથી તેને 2 દીકરી પુજા અને કરિશ્મા છે.
ડાયરેક્ટર તરીકે કુકૂ કોહલીએ વર્ષ 1991માં આવેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેથી નિર્દેશનની દુનિયામાં પગ રાખ્યો હતો. 2 ચાલતી બાઈક પર ઉભા રાખી અજય દેવગણનની એન્ટ્રીનો સીન આજે પણ ભારતીય સિનેમામાં સૌથી આઈકોનિક સીનમાંથી એક છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જેમાં અજય દેવગણની સાથે અભિનેત્રી મધુએ પણ નવીઓળખ બનાવી હતી. ફિલ્મમાં અમરીશ પુરી, અરુણા ઈરાની, અને જગદીપ જેવા દિગ્ગજ કલાકારો હતા.
અરુણાનો જન્મ મુંબઈમાં ઈરાની પિતા અને હિન્દુ માતાને ત્યાં થયો હતો. તેના પિતા, ફરેદુન ઈરાની, એક નાટક મંડળી ચલાવતા હતા, અને તેની માતા, સગુણા, એક અભિનેત્રી હતી. તે આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે.