Breaking News : 83 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચનને પરેશાન કરી રહી છે આ વસ્તુ, જાણો શું છે

Amitabh Bachchan : અમિતાભ બચ્ચને એક પોસ્ટમાં તેની એક આદત વિશે ખુલ્લીને વાત કરી છે. અભિનેતાએ 83 વર્ષની ઉંમરમાં પોતાના કામ કરવાની લતનો ઉલ્લેખ કર્યોછે. તેમણે કહ્યું કે, જો એક દિવસ પણ તેનું શેડ્યુલ બગડી જાય છે તો પરેશાન થવા લાગે છે.

Breaking News : 83 વર્ષની ઉંમરે  અમિતાભ બચ્ચનને પરેશાન કરી રહી છે આ વસ્તુ, જાણો શું છે
| Updated on: Apr 06, 2026 | 11:02 AM

બોલિવુડના મહાનાયક પોતાના કામ કરવાની ધગશ માટે જાણીતા છે. કામ કરવાને લઈ પોતાની ઘગશને કારણે બીગ બી ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતાઓમાનાં એક છે. 6 દશકાથી વધારે લાંબા અને શાનદાર કરિયર માટે ફેમસ અમિતાભ બચ્ચને અનેક ભાષાઓમાં કામ કર્યું છે. દર વર્ષે પોતાની શાનદાર પ્રગતિ માટે અનેક એવોર્ડ જીતે છે. અમિતાભ બચ્ચન હંમેશા તેના બ્લોગ પર અલગ-અલગ મુદ્દાઓ પર પોતાની વાત શેર કરે છે.હાલમાં તેમણે દરરોજ કામ કરવા વિશે ખુલ્લીને વાત કરી છે. તેમણે કહ્યું કે, જો એક દિવસ પણ કામ ન કરે. તો આ વાત તેને કેટલી મુશ્કેલ લાગે છે.

અમિતાભ બચ્ચને 6 દશકાના લાંબા કરિયર ભારતીય સિનેમા મિસાલ બની ચૂક્યું છે. પોતાની એક પોસ્ટમાં બીગબીએ શેર કર્યું કે, કામ વગરનો એક દિવસ પણ તેને બેચેન બનાવે છે. 83 વર્ષની ઉંમરે પણ, અભિનેતાને કામમાંથી સમય કાઢવાનું પસંદ નથી અને તે દરરોજ કામ કરવાનું પસંદ કરે છે.

83 વર્ષની ઉંમરે આ કામ કરે

પોતાની પોસ્ટમાં અમિતાભ બચ્ચને કહ્યું એક એવો દિવસ જે સંપૂર્ણ રીતે આળશ ભર્યો રહ્યો હતો. આનું કોઈ કારણ નથી. બસ દરરોજ કામ ન કરવું થોડું અજીબો-ગરીબ લાગે છે. જ્યારે તમે દરરોજ એક શેડ્યુલ મુજબ કામ કરતા નથી. તો આદત બનાવવાનો સિલસિલો પહેલાથી શરુ થઈ જાય છે. દિવસ અચાનક એવા કામો કોયડો બની જાય છે જે સામાન્ય રીતે સંપૂર્ણ તાલમેલ સાથે ચાલે છે.

બિગ બીએ આપી સલાહ

બિગ બીએ આગળ કહ્યું તમે વિચારતા હશો કે, આજનો દિવસ એવો કેમ નથી ગયો જેવો સામાન્ય રીતે ઈચ્છો છો.તો, જો આપણે આ પાસાની થોડી સમજણ રાખીએ, તો આપણી આસપાસ શાંતિ અને સુલેહ-શાંતિ રહી શકે છે. પરંતુ કેટલાક લોકો માટે, આવું ક્યારેય થતું નથી, અને આ ફક્ત તેમની ચિંતામાં વધારો કરે છે. એવું કહેવાય છે કે ચિંતામાં રહેવું મન અને શરીર બંને માટે હાનિકારક છે, અને આ નબળાઈને કારણે ચિંતાથી ભરેલો દિવસ પસાર કરવો બિલકુલ જરૂરી નથી.

વર્કફંટની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન છેલ્લી વખત કલ્કી 2898 ADમાં જોવા મળ્યા હતા. નાગ અશ્વિના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન મહત્વના પાત્રમાં છે. આ સાયન્સ-ફિક્શન ડ્રામામાં બિગ બીએ અશ્વત્થામાનું પાત્ર નિભાવ્યું છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. દુનિયાભરમાં 1,000 કરોડથી વધારેની કમાણી કરી હતી. હાલમાં અમિતાભ બચ્ચન આ ફિલ્મના સીકવલનું શૂટિંગ કરી રહ્યા છે.

 

Amitabh Bachchan Family Tree: અમિતાભ પરિવારના આ લોકોને તમે ઓળખતા નહિ હોય, અહીં જુઓ બચ્ચનનો આખો પરિવાર અહી ક્લિક કરો

Follow Us