Breaking News : ઐશ્વર્યા રાય બચ્ચને 19મી એનીવર્સરી પર સેલ્ફી શેર કરી, ઇમોજીનો રંગ બદલ્યો

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને 19 વર્ષ થયા છે. પોતાની એનીવર્સરી પર એશ્વર્યા રાયે એક શાનદાર સેલ્ફી શેર કરી છે. જેમાં તેના પરિવારનો પણ સાથ જોવા મળી રહ્યો છે. ચાહકોએ બંન્નેને શુભકામના પાઠવી છે.

Breaking News : ઐશ્વર્યા રાય બચ્ચને 19મી એનીવર્સરી પર સેલ્ફી શેર કરી, ઇમોજીનો રંગ બદલ્યો
| Updated on: Apr 21, 2026 | 10:30 AM

એશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચનની સાથે પોતાના લગ્નની એનીવર્સરી પર સુંદર ફોટો શેર કર્યો છે. બંન્નેના લગ્ન 20 એપ્રિલ 2007માં થયા હતા હવે બંન્ને પોતાના લગ્નની 19મી એનીવર્સરી મનાવી રહ્યા છે. આ સ્પેશિયલ દિવસ પર એશ્વર્યા રાયે વધુ ખાસ દિવસ બનાવ્યો છે. અભિનેત્રીએ અભિષેક બચ્ચનની સાથે પોતાની 2 સેલ્ફી શેર કરી છે.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની સાથે આ ફોટોમાં દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી રહી છે. આ ફોટોમાં ત્રણેયના ચહેરા પર સ્માઈલ જોવા મળી રહી છે. તેમણે આ ફોટો શેર કરતા કેપ્શનમાં એવું પોસ્ટ કર્યું છે. જે પહેલાથી કરતી આવી છે. અભિનેત્રીએ માત્ર રેડ હાર્ટથી પોતાની ઈમોશન્સ વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. એશ્વર્યા રાયની આ પોસ્ટ પર તમામ સેલિબ્રિટિસ તેને એનીવર્સરીની શુભકામના પાઠવી રહ્યા છે. એશ્વર્યાની આ પોસ્ટ પર તમામ સેલિબ્રિટી તેને શુભકામના પાઠવી રહ્યા છે.

 

 

 

ગત વર્ષે એશ્વર્યા રાયે શેર કરી હતી સફેદ હાર્ટ ઈમોજી

આ પહેલા 5 ફેબ્રુઆરીના રોજ અભિષેક બચ્ચનના 50માં જન્મદિવસ પર એક પોસ્ટ પર શુભકામના પાઠવી હતી. તેમણે એક અભિષેક બચ્ચનનો ફોટો શેર કર્યો હતો. જેમાં માત્ર તેની આંખો જોવા મળી રહી હતી. ત્યારથી આ ફોટો પર અનેક સવાલો પણ કરવામાં આવ્યા હતા.કે, આવો ફોટો કેમ પોસ્ટ કર્યો. જેમાં અભિષેક બચ્ચનનો આખો ચહેરો દેખાતો નથી.

 

 

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે, તેમણે અભિષેક અને આરાધ્યા સાથે તેમની વર્ષગાંઠ (એનીવર્સરી) પર પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેમને એનીવર્સરીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે સફેદ હાર્ટથી કેપ્શન આપ્યું હતું.

સફેદ હાર્ટ અને ઈમોજીમાં અંતર

હવે વાત સફેદ હાર્ટ ઈમોજીની આવે અને રેડ હાર્ટ ઈમોજીના અંતરની આવે તો, સફેદ હાર્ટ પવિત્રતા, પ્રેમ,શાંતિ અને ભાવનાત્મક સપોર્ટ જોવા મળે છે. તો રેડ હાર્ટ રોમાન્સ,પેશન, અને સાચા પ્રેમનું પ્રતિક છે.

એશ્વર્યા રાયના ભાણીયા તેને ગુલુ મામી કહીને બોલાવે છે, ભાભી પણ કરી ચૂકી છે મોડલિંગ અહી ક્લિક કરો

Follow Us