
જોશ ફિલ્મના અભિનેતા શરદ કપૂર એક સમયે સિલ્વર સ્ક્રીનનો ફેમસ ચેહરો હતો. તેની શાનદાર પર્સનાલિટી અને અભિનય માટે યાદ કરવામાં આવે છે. શરદ છે્લ્લા કેટલાક સમયથી લાઈમલાઈટથી દુર રહે છે. તેનો એક વીડિયો અચાનક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે ખરાબ કંડીશનમાં જોવા મળ્યો હતો. વીડિયોએ શરદના ચાહકોને ચિંતામાં નાંખ્યા હતા. પહેલા તે નબળો અને દયનીય સ્થિતમાં જોવા મળી રહ્યો છે. પરંતુ હાલમાં તેમણે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો દાવો કર્યો કે, તેની તબિયત હાલ સ્વસ્થ છે.
અભિનેતાએ કહ્યું કે, તેને પૈસાની કોઈ પરેશાની નથી. તેમને એક હોલીવુડ ફિલ્મની ઓફર મળી છે. આ ફિલ્મથી તે પોતાનું હોલિવુડ ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આ સાથે તેમણે કહ્યું તે એક સુંદર ઘરમાં શિફ્ટ થવાનો પ્લાન કરી રહ્યો છે.
શરદ કપૂરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના શ્વાનના એક શેલ્ટર હોમમાં છોડતો જોઈ ભાવુક જોવા મળ્યો હતો. હવે તેમણે આના પર સ્પષ્ટતા કરી છે. કહ્યું કે,બાર્સિલોનામાં એક ફુટબોલ મેચ રમવા ગયો હતો. આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. ચારે શ્વાનનું ધ્યાન રાખી શકતો ન હતો. ઉપરથી તેમણે તેના ડોક્ટર આનંદ જોશીએ 2 મહિના માટે બેડ રેસ્ટ આરામ કરવાનું કહ્યું હતુ. આ બસ ટેમ્પરેરી સોલ્યુશન છે. તે જલ્દી ઠીક થયા બાદ પોતાના શ્વાનને પરત લઈ આવશે.
શરદ કપુરે કહ્યું તે એક સુંદર ઘરમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યો છે. તે આઈલેન્ડમાં શિફ્ટ થવાનું પ્લાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તે છેલ્લા 7 વર્ષથી ન્યુયોર્કમાં હતો. એક વર્ષ પહેલા ભારત આવ્યો છે. આ પ્રકારનો સપોર્ટ મળે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેના માટે એક ફેમિલી જેવી છે. વર્કફ્રંટની વાત કરીએ તો શરદે કહ્યું તેનો એક હોલિવુડ પ્રોજેક્ટનું કામ મળ્યું છે. આ તેનું ડેબ્યુ હોલિવુડ પ્રોજેક્ટ હશે. જેનું શૂટિંગ જાન્યુઆરી 2026થી શરુ થશે. અભિનેતાએ ગત્ત બોલિવુડ પ્રોજેક્ટ કાબારેટ વર્ષ 2019માં આવી હતી. જેમાં રિષા ચઢ્ઢા લીડ રોલમાં હતી.