
બોલિવુડના પરફેકશનિસ્ટ આમિર ખાન જે પણ કામ કરે છે તે પરફેક્શન સાથે કરે છે. પછી તેની ફિલ્મ હોય કે રિલેશનશીપ આમિર ખાને 2 વખત લગ્ન કર્યા છે. તેના બંન્ને લગ્ન અસફળ રહ્યા છે. આજે પણ તે પોતાની પૂર્વ પત્નીઓ અને બાળકો સાથે સારું બોન્ડ શેર કરે છે.
61 વર્ષની ઉંમરમાં આમિર ખાને પોતાની 25 વર્ષની જૂની મિત્ર દુલ્હન બનાવવાનો નિર્ણય લીધો છે. 5 જુલાઈના રોજ તે ગૌરી સ્પ્રૈટ સાથે ત્રીજી વખત લગ્ન કરશે. લગ્ન પહેલા આમિર ખાને પોતાની થનારી દુલ્હન અને પૂર્વ પત્નીઓ વચ્ચે મિત્રતા કરાવી હતી. અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિય પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગૌરી અને કિરણ રાવ સાથે આઉટિંગ કરતો જોવા મળી રહ્યો છે.
Only Aamir Khan has the rare talent to take his first wife, second wife, and maybe even a future third wife in the same car ride!
Talk about maintaining diplomatic relations at the highest level! #AamirKhan #Bollywood #ViralPost #FunnyPost #Meme #BollywoodMemes… pic.twitter.com/pthMxH5Xl5
— Indian Observer (@ag_Journalist) June 16, 2026
ઓનલાઈન વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, આમિર ખાન, ગૌરી, કિરણ, રીના અને અભિનેતાના પુત્ર આઝાદ રાવ એક જ કારમાં મુસાફરી કરતા જોઈ શકાય છે. વીડિયોમાં, આમિર ડ્રાઇવરની બાજુની આગળની સીટ પર બેઠો જોવા મળે છે, જ્યારે ગૌરી કિરણ અને આઝાદ સાથે પાછળની સીટ પર બેઠી છે. પછી તેની પહેલી પત્ની, રીના, આવે છે અને તે જ કારમાં બેસે છે. જેમ જેમ તેઓ જવાની તૈયારી કરે છે, ગૌરી અને કિરણ ગપસપ કરતા અને પછી હસતા જોઈ શકાય છે.
આમ તો જ્યારે છૂટાછેડા થાય છે. ત્યારે કપલ વચ્ચે તિરાડ પડી જાય છે. કોઈ પણ પત્ની પોતાના પૂર્વ પતિની થનારી પત્ની સાથે આટલી ખુશ જોવા મળતી નથી. પરંતુ આમિર ખાનના પરિવારમાં કાંઈ અલગ જ જોવા મળ્યું હતુ. આમિરની પૂર્વ પત્ની અને થનારી પત્નીની સાથે જોઈ યુઝર્સે ફની કમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કમાલનો પરિવાર તો કોઈએ કહ્યું આ આમિર ખાનનો ટેલેન્ટ છે.