આમિર ખાને, 131 કારીગરોએ 256 કલાકમાં તૈયાર કરેલી 1 રુબી રિંગ પત્નીને ગિફ્ટમાં આપી

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્ન પરિવાર અને મિત્રોની હાજરીમાં ઘરે થયા હતા. લગ્ન ખુબ સિંપલ રાખવામાં આવ્યા હતા. આમિર ખાને ત્રીજી પત્ની ગૌરીને એક સ્પેશિયલ રિંગ ગિફ્ટમાં આપી છે.

આમિર ખાને, 131 કારીગરોએ 256 કલાકમાં તૈયાર કરેલી 1 રુબી રિંગ પત્નીને ગિફ્ટમાં આપી
Image Credit source: AI
| Updated on: Jul 09, 2026 | 1:13 PM

બોલિવુડના મિસ્ટર પરફેકનિસ્ટ કહેવાતા સુપરસ્ટાર આમિર ખાન ફિલ્મોની જેમ પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા આમિર ખાને ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. ત્યારે આ લગ્નમાં ગૌરીની રિંગ લાઈમલાઈટમાં રહી હતી. જેમણે આમિરે ગૌરી માટે પસંદ કરી હતી. તેની પછાળ ખુબ રસપ્રદ સ્ટોરી પણ છે. તો ચાલો જોઈએ આ રિંગ આટલી ખાસ કેમ છે.

લગ્ન બાદ રિંગ પર પડી બધાની નજર

5 જુલાઈના રોજ આમિર ખાન પાર્ટનર ગૌરી સ્પ્રેટ સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. ગૌરી સ્પ્રેટે મુંબઈ સ્થિત પોતાના ઘર પર આ સિંપલ લગ્નનું આયોજન કર્યું હતુ. લગ્ન બાદ બંનેના લુકના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ મુજબ આ વેડિંગ રિંગ લક્ઝરી બ્રાન્ડ QWEEN તૈયાર કરી છે. જેની મોટી વાત એ છે કે, આમાં લાગેલા મેડાગાસ્કરની રેયર રુબી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ખાસ રુબી શોધવા માટે અંદાજે 3 મહિનાનો સમય લાગ્યો હતો. આ કારણે આને વન ઈન એ મિલિયન જેમસ્ટોન પણ કહેવામાં આવી રહ્યો છે.

131 કારીગરોએ 256 કલાકની મહેનતમાં રિંગ તૈયાર કરી

રુબી મળ્યા બાદ આ રિંગને તૈયાર કરવાનું કામ શરુ થયું હતુ. ડિઝાઈનથી લઈ સ્ટોન સેટિંગ અને ફિનિશિંગ સમગ્ર પ્રકિયામાં 131 કારીગરોએ સાથે મળી કામ કર્યું હતુ. આ શાનદાર જ્વેલરી પીસ તૈયાર કરવામાં કુલ 256 કલાકનો સમય લાગ્યો હતો. આ રિંગની ઝીણવટ પૂર્વક બનાવવામાં આવી હતી. જેનાથી આ રિંગ ખાસ જોવા મળે અને હંમેશા યાદગાર રહે.

ડિઝાઈનને રોયલ ટચ આપ્યું

આ રિંગની ડિઝાઈન ખુબ યુનિક છે. રુબીને સિંપલબેન્ડ પર લગાવવાના બદલે ગોલ્ડ સેટિંગમાં ફિટ કરવામાં આવી હતી. આને કૈબોશોન કટ દેવામાં આવ્યા હતા. જેનાથી પથ્થરનો રંગ અને ચમક વધારે ઉભરીને સામે આવે છે. ગોલ્ડ ડિટેલિંગ અને ડાયમંડ વર્ક આ રિંગને શાહી લુક આપે છે. આ કારણે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્ન બાદ આ રિંગ ખુબ વધારે ચર્ચમાં રહી છે.

આમિર ખાને ત્રીજી વખત લગ્ન કર્યા

આમિર ખાને ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. ગૌરીના આ બીજા લગ્ન છે અને એક દીકરાની માતા પણ છે. આમિર ખાને આ પહેલા 2 વખત લગ્ન કર્યા હતા. તેના પહેલી પત્ની રીના દત્તા અને બીજી પત્ની કિરણ રાવ છે. પહેલા લગ્નથી 2 બાળકો જુનૈદ અને ઈરા ખાન છે. જ્યારે બીજા લગ્નથી એક દીકરો આઝાદ છે.

1 દીકરાની માતા 47 વર્ષની ઉંમરે 61 વર્ષના અભિનેતા સાથે લગ્ન કર્યા, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.