Horror Movies : ખતરનાક હોરર ફિલ્મ જોવા માટે થઈ જાવ તૈયાર, બેક ટુ બેક આવી રહી છે 10 હોરર ફિલ્મ
Upcoming Horror Films : આ વર્ષે બોક્સ ઓફિસ પર અનેક હિટ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મોમાં કેટલીક હોરર ફિલ્મ પણ સામેલ છે. જે બોક્સ ઓફિસ પર ધમાકો કરી શકે છે. તો ચાલો આજે આપણે અપકમિંગ બોલિવુડની હોરર ફિલ્મ વિશે વાત કરીએ.
Bollywood Upcoming Horror Movies 2026 : અત્યારે બોકસ ઓફિસ પર રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 ધમાલ મચાવી રહી છે. દેશ થી લઈ વિદેશમાં ધુરંધરનો ક્રેઝ છે. ધુરંધરના કારણે કેટલીક ફિલ્મો પોસ્ટપોન પણ થઈ ચૂકી છે. જેમાં એક અક્ષય કુમારની ભૂત બંગલા ફિલ્મ પણ છે. ધુરંધર પછી બોક્સ ઓફિસમાં હોરર ફિલ્મનો કબ્જો હશે. કારણ કે 2026 થી લઈ 2027 સુધી અનેક હોરર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. આ અપકમિંગ ફિલ્મોમાં કેટલીક સીકવલ છે. તો કેટલીક ફ્રેચાઈઝીનો ભાગ નથી.
બોલિવુડમાં હોરર ફિલ્મ ચાહકોની પહેલી પસંદ છે. હવે હોરર ફિલ્મના ચાહકો પણ આ ફિલ્મો જોવા માટે ઉત્સાહિત છે.
ભૂત બંગલા
રિલીઝ ડેટ : 2 એપ્રિલ 2026
સ્ટાર કાસ્ટ : અક્ષય કુમાર, તબ્બુ અને વામિકા ગબ્બી
અંદાજે 14 વર્ષ પછી અક્ષય કુમાર અને ડાયરેક્ટર ખાસ વાત : પ્રિયદર્શનની બ્લોકબસ્ટર જોડી હોરર -કોમેડી ફિલ્મ લાવી રહ્યા છે.
ભેડિયા 2
રિલીઝ તારીખ: 14 એપ્રિલ, 2026
સ્ટારકાસ્ટ: વરુણ ધવન
ખાસ વાત : મેડોક સુપરનેચરલ યુનિવર્સનું આ ફિલ્મ 2022 માં આવેલી “ભેડિયા” ની સિક્વલ છે અને તેમાં સસ્પેન્સ અને હોરરનો શાનદાર ડોઝ આપવામાં આવશે.
ધ વોર્ડરોબ
રિલીઝ તારીખ: 24 એપ્રિલ 2026
સ્ટારકાસ્ટ: દિવ્યા અગ્રવાલ અને રજનીશ દુગ્ગલ
ખાસ વાત : આ ફિલ્મ દિવ્યા અગ્રવાલના બોલિવૂડ ડેબ્યૂને ચિહ્નિત કરે છે. સૌરભ ચૌબે દ્વારા દિગ્દર્શિત સ્ટોરી એક જૂના કબાટની આસપાસની ભયાનક અને અલૌકિક ઘટનાઓની આસપાસ ફરે છે.
વન ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ
રિલીઝ ડેટ : 28 ઓગસ્ટ 2026
સ્ટારકાસ્ટ: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા
ખાસ વાત : આ એક લોકકથા થ્રિલર ફિલ્મ છે, જેનું નિર્માણ બાલાજી મોશન પિક્ચર્સ અને ટીવીએફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. દિપક મિશ્રા અને અરુણાભ કુમાર દ્વારા દિગ્દર્શિત.
ચામુંડા
રિલીઝ ડેટ : 4 ડિસેમ્બર, 2026
સ્ટારકાસ્ટ: આલિયા ભટ્ટ
ખાસ વાત: મેડોક ફિલ્મ્સ (દિનેશ વિજન) અલૌકિક બ્રહ્માંડનો ભાગ બનેલી આ ફિલ્મ, આલિયા ભટ્ટની પહેલી વાર હોરર-કોમેડીમાં દેખાશે. આ સ્ટોરી એક નાના શહેર અને એક શક્તિશાળી અલૌકિક શક્તિની આસપાસ ફરે છે જે તેને ભયભીત કરે છે.
શક્તિ શાલિની
રિલીઝ તારીખ: 24 ડિસેમ્બર, 2026
સ્ટારકાસ્ટ: અનિત પદ્દા (સંભવિત)
ખાસવાત : મેડોક અલૌકિક બ્રહ્માંડનો ભાગ બનેલી આ ફિલ્મ (સ્ત્રી, ભેડિયા), આ બ્રહ્માંડમાં એક નવો વળાંક લાવશે.
અજય દેવગણની અનટાઇટલ્ડ હોરર ફિલ્મ
શૂટિંગ શરૂ: જુલાઈ 2026
સ્ટારકાસ્ટ: અજય દેવગણ
ખાસ વાત: “શૈતાન” ની સફળતા પછી, અજય દેવગણ ફરી એકવાર દિગ્દર્શક રોહિત જુગરાજ સાથે એક સુપરનેચરલ થ્રિલર માટે જોડી બનાવી રહ્યા છે. તેનું મોટાભાગનું શૂટિંગ લંડનમાં કરવામાં આવશે.
તુમ્બાડ 2
રિલીઝ ડેટ : 2026 અથવા 2027
સ્ટારકાસ્ટ: અજય દેવગન
ખાસ વાત : 2018ની કલ્ટ ક્લાસિક “તુમ્બાડ” ની સિક્વલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તે “હસ્તર” ના શ્રાપ અને લાલચની સ્ટોરી જોવા મળશે.
ભૂલ ભુલૈયા 4
રિલીઝ ડેટ: 2026 ના અંતમાં અથવા 2027
સ્ટારકાસ્ટ: કાર્તિક આર્યન (રૂહ બાબા)
ખાસ વાત : ‘ભૂલ ભુલૈયા 3’ ની જબરદસ્ત સફળતા પછી, દિગ્દર્શક અનીસ બઝમીએ સિક્વલની પુષ્ટિ કરી છે.
મુંજ્યા 2
રિલીઝ ડેટ : 24 ડિસેમ્બર, 2027
સ્ટારકાસ્ટ: અભય વર્મા અને પ્રતિભા રંતા (સંભવિત)
ખાસ વાત : આ 2024 ની સુપરહિટ ફિલ્મ ‘મુંજ્યા’ ની સિક્વલ છે. મેડોક ફિલ્મ્સની આ ફિલ્મમાં પ્રતિભા રંતા મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
Akshay Kumar Family Tree : ફિલ્મ હેરા ફેરીમાં ચાહકોને પેટ પકડી હસાવનાર રાજુનો આજે છે જન્મજદિવસ, પત્ની પણ આપી ચૂકી છે હિટ ફિલ્મો અહી ક્લિક કરો