‘એ ગુજરને વાલી હવા બતા…..’ વરુણ ધવનની ધમાકેદાર એન્ટ્રી, ‘બોર્ડર 2’નું ટીઝર થયું જાહેર, જાણો રિલીઝ ડેટ

|

Aug 25, 2024 | 1:37 PM

Border 2 : સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' ની જાહેરાત થઈ ગઈ છે. આ ફિલ્મનું ટીઝર જોઈને તમારા રુવાંડા ઉભા થઈ જશે. આ વખતે સની દેઓલની સાથે વરુણ ધવન પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.

એ ગુજરને વાલી હવા બતા..... વરુણ ધવનની ધમાકેદાર એન્ટ્રી, બોર્ડર 2નું ટીઝર થયું જાહેર, જાણો રિલીઝ ડેટ
Border 2 teaser released

Follow us on

Border 2 : ‘ગદર 2’ પછી સની દેઓલ ‘બોર્ડર 2’ લઈને આવી રહ્યા છે, અને હવે આ ફિલ્મની ઓફિશિયલ જાહેરાત પણ કરવામાં આવી છે. વરુણ ધવને પણ આ ફિલ્મમાં શાનદાર એન્ટ્રી કરી છે અને ટીઝરમાં તેનો અવાજ પણ સાંભળી શકીએ છીએ. વરુણ ધવને પોતે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે.

શરૂઆત સોનુ નિગમના અવાજથી

ટીઝરની શરૂઆત સોનુ નિગમના અવાજથી થાય છે જેમાં તે બોર્ડરનું પ્રખ્યાત ગીત ‘સંદેશ આતે હૈં’ ગાય છે, આગળ વરુણ ધવનનો અવાજ આવે છે અને તે કહે છે, ‘દુશ્મનની દરેક ગોળી મને જય હિંદ કહીને વાગે છે, જ્યારે ધરતી માતા બોલાવે છે, હું બધું છોડી દઉં છું.’ પોસ્ટમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તમે આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026 ના ગણતંત્ર દિવસના અવસર પર જોઈ શકશો.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

વરુણે લખી લાંબી પોસ્ટ

વરુણ ધવને ટીઝરની સાથે એક લાંબી પોસ્ટ પણ લખી છે, અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે, “હું ચોથા ધોરણનો બાળક હતો જ્યારે હું ચંદન સિનેમા ગયો અને બોર્ડર જોયું અને તેની મારા પર ખૂબ જ ઊંડી છાપ પડી. સભાખંડમાં આપણે બધાએ અનુભવેલી રાષ્ટ્રીય ગૌરવની ભાવના મને હજુ પણ યાદ છે. મેં આપણા સશસ્ત્ર દળોને આદર્શ માનવાનું શરૂ કર્યું અને આજે પણ હું તેમને સલામ કરું છું કે તેઓ કેવી રીતે આપણું રક્ષણ કરે છે અને આપણને સુરક્ષિત રાખે છે, પછી તે આપણી સરહદો પર હોય કે કુદરતી આફતો દરમિયાન. જે.પી. દત્તા સરની યુદ્ધ મહાકાવ્ય હજુ પણ મારી પ્રિય ફિલ્મોમાંની એક છે.

તેમણે આગળ લખ્યું કે, જેપી સર અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત બોર્ડર 2 માં ભૂમિકા ભજવવી એ મારી કરિયરની ખૂબ જ ખાસ ક્ષણ છે અને મને મારા હીરો સની પાજી સાથે કામ કરવાની તક મળી, જે તેને વધુ ખાસ બનાવે છે. હું એક બહાદુર સૈનિકની વાર્તાને પડદા પર લાવવા માટે આતુર છું જે ભારતની સૌથી મહાન યુદ્ધ ફિલ્મ બનવાનું વચન આપે છે. હું તમને શુભેચ્છા પાઠવું છું જય હિંદ.”

બોર્ડર 2નું નિર્માણ ટી-સીરીઝના ભૂષણ કુમાર અને બોર્ડરના નિર્દેશક જેપી દત્તા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અનુરાગ સિંહ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. પહેલી બોર્ડરનું નિર્દેશન, લેખન અને નિર્માતા જેપી દતા હતા.

 

Next Article