
બોર્ડર 2 સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ છે.ધમાકેદાર ટીઝર બાદ હવે ચાહકોમાં ફિલ્મને લઈ ઉત્સાહ વધ્યો છે. એક રિપોર્ટ મુજબ ચાલો જાણીએ ક્યા સ્ટારને બોર્ડર 2 માટે કેટલો ચાર્જ મળ્યો છે.
સની દેઓલની જો વાત કરીએ તો ગદર 2 પછી તે મોટા પડદા પર પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. આ માટે તે બોર્ડર 2માં સૌથી મોંઘો અભિનેતા પણ છે. બોલિવુડના એક રિપોર્ટ મુજબ સની દેઓલે બોર્ડર 2 માટે 50 કરોડ રુપિયાનો મોટો ચાર્જ લીધો છે.
સની દેઓલની સાથે વરુણ ધવન પણ આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મમાં તે પરમવીર ચક્ર વિજેતા મેજર હોશિયાર સિંહ દહિયાના પાત્રમાં જોવા મળશે. જેના માટે તેમને 8 થી 10 કરોડનો ચાર્જ લીધો છે.
પંજાબી સુપરસ્ટાર અને સિંગર દિલજીત દોસાંઝ પણ આ પ્રોજેક્ટનો ભાગ છે, અને ચાહકો તેમને શહીદ નિર્મલજીત સિંહ સેખોનનું પાત્ર ભજવતા જોવા માટે ઉત્સુક છે, અને તેમણે આ ભૂમિકા માટે 4 થી 5 કરોડ રૂપિયા ફી લીધી હોવાનું કહેવાય છે. જોકે, સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી, જે ફિલ્મની સ્ટાર કાસ્ટનો પણ ભાગ છે, તેની ફી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
પરમવીર ચીમા ફિલ્મ બોર્ડર 2થી મોટા પડદા પર પોતાની ફિલ્મી કરિયરની શરુઆત કરશે. જેને એક રિપોર્ટ અનુસાર 50-80 લાખ રુપિયા ચાર્જ મળ્યો છે.અનુરાગ સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સની દેઓલ લેફ્ટિનેટ કર્નલ ફતેહ સિંહ કાલેની ભૂમિકામાં જોવા મળશે. મેજર હોશિયાર સિંહ દહિયાના રુપમાં વરુણ ધવન જોવા મળશે અને દિલજીત દોસાંઝ એફજી, ઓફ્ર ,નિર્મલ જીત સિંહ સેખો પીવીસીની ભૂમિકામાં જોવા મળશે.અહાન શેટ્ટી લેફ્ટિનેટ કમાન્ડર જોસેફ પિયસ અલ્ફ્રેની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મમાં મેધા રાણા અને મોના સિંહ પણ છે. આ ફિલ્મ એક રિયલ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.