Hrithik Roshan Illness : આ બીમારી સામે ઝઝુમી રહ્યો છે હૃતિક રોશન, અચાનક શરીરના આ અંગ કામ કરતા થઈ જાય બંધ

બોલિવુડનો હેન્ડસમ હંક હૃતિક રોશને પોતાની બીમારી વિશે ખુલીને વાત કરી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પોતાના હેલ્થ વિશે કહ્યું છે. તો ચાલો જાણીએ હૃતિક રોશન કઈ બીમારી સામે ઝઝુમી રહ્યો છે.

Hrithik Roshan Illness : આ બીમારી સામે ઝઝુમી રહ્યો છે હૃતિક રોશન, અચાનક શરીરના આ અંગ કામ કરતા થઈ જાય બંધ
| Updated on: Jan 26, 2026 | 3:03 PM

બોલુવુડ સુપરસ્ટાર હૃતિક રોશનને સ્કોલિયોસિસ થી પીડાય છે, જે કરોડરજ્જુની બીમારી છે. સ્ટમરિંગને સ્ટમરિંગ પણ કહેવામાં આવે છે, જે એક સામાન્ય સ્થિતિ છે. આ સ્થિતિમાં ક્યારેક ક્યારેક શરીરના અમુક ભાગો કામ કરવાનું બંધ કરી દે છે.તેમની પોસ્ટમાંના એક ફોટામાં, ઋતિક સ્ટીકના ટેકાથી ઉભો છે. તેમનો ડાબો પગ કામ કરી રહ્યો નથી, જેના કારણે તેમને સ્ટીક પર આધાર રાખવો પડે છે.

ઈન્સ્ટાગ્રામ પર શું કહ્યું

હૃતિક રોશને પોતાની બીમારી વિશે મજાકના અંદાજમાં પોતાની વાત રજુ કરી છે. આ મજાક પાછળ તેનું દુખ પણ છુપાયેલું છે. હાલમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું કે, આ બાળપણની બીમારી વિશે તેમજ ઝઝુમતી લાઈફ વિશે જણાવ્યું છે.

હૃતિક રોશને લાંબી પોસ્ટ લખી

હૃતિક રોશને આ પોસ્ટમાં લખ્યું મને કોઈ ટેકાની જરુર પડે છે, ક્યારેક ઘુંટણ બંધ થઈ જાય છે. મને લાગે છે કે, હું નોર્મેલ છું. આ સ્ટિક મને અનેક અનુભવ કરાવ્યા છે. કેટલીક વખત મારી જીભ ડિનર જેવા શબ્દ બોલવાનું પણ બંધ કરી દે છે. તો વિચાર કરો શૂટિંગ દરમિયાન મારો ડાયલોગ હોય કે, શું તમે ડિનર કરવા ઘરે આવશો. મારી જીભ ડિનર બોલી શકતી નથી.

 

 

 

હૃતિક રોશને પોતાની પોસ્ટમાં પોતાની બીમારી વિશે કેટલીક ગંભીર માહિતી શેર કરી હતી. જોકે, તેમણે આ માહિતીને સામાન્ય રાખી હતી. તેમણે મજાકના અંદાજમાં પોતાના રોજિંદા સંઘર્ષોનું વર્ણન કર્યું છે.

બાળપણથી છે આ બીમારી

હૃતિક રોશને બાળપણથી આ બિમારીની સમસ્યા છે. સ્કૂલમાં બાળકો તેની મજાક ઉડાવતા હતા. કેટલીક વખત ક્લાસમાં તે જવાબ આપતા પણ ગભરાતો હતો. તે રડતા રડતાં ઘરે આવતો હતો. તેના પિતા રાકેશ રોશને જણાવ્યું કે, તેનો દિકરો બાથરુમમાં બંધ થઈને રડતો હતો. તેને લાગતું હતુ કે, તે સરખી રીતે બોલી શકતો નથી, પરંતુ હૃતિક રોશને ક્યારે પણ હાર માની નહી.

હૃતિક રોશને કહ્યું ક્યારેક ક્યારેક જીભ અટકી જાય છે. તેમજ પગ પણ ધ્રૂજે છે. પણ તે હવે તેને છુપાવતો નથી. તે કહે છે કે તે તેના જીવનનો એક ભાગ છે. તે ખુશીથી જીવે છે, તેને નવા સામાન્ય તરીકે સ્વીકારે છે. તેના ઇન્સ્ટાગ્રામ ફોટોમાં, તે ઘોડીના ટેકા પર ઊભો છે. પરંતુ તેનો ઉત્સાહ અકબંધ છે.

કાકા મ્યુઝિક ડાયરેક્ટર દાદા પણ બોલિવુડમાં સક્રિય હતા, પિતા ડાયરેક્ટર ગર્લફેન્ડ છે અભિનેત્રી અહી ક્લિક કરો