
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. સામાન્ય લોકોથી લઈ બોલિવુડ સ્ટાર પણ આ ઘટના બાદ આઘાતમાં છે.અનુપમ ખએર, સંજય દત્ત, અજય દેવગન, અક્ષય કુમાર અને રવીના ટંડન સહિત તમામ સ્ટાર આ ઘટના પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રિએક્શન આપી રહ્યા છે. કેટલાક સ્ટારે તો આનો યોગ્ય જવાબ આપવાની પણ વાત કરી છે. તો કેટલાકે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી લખ્યું તેમણે આપણા લોકોને ક્રુરતાથી માર્યા છે. તેને માફ કરી શકાશે નહી. આ આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે, અમે ચૂપ બેસીશું નહી. આનો યોગ્ય જવાબ આપવો પડશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહને નિવેદન કરી શકે, તે બધાને એવી સજા આપો તેના તેઓ હક્કદાર છે.
They killed our people in cold blood. This can’t be forgiven, these terrorists need to know we are not staying quiet. We need to retaliate, I request our Prime Minister @narendramodi ji, Home Minister @AmitShah ji and Defence Minister @rajnathsingh ji to give them what they…
— Sanjay Dutt (@duttsanjay) April 22, 2025
અનુપમ ખેરે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું ખોટું, ખોટું ખોટું! પહલગામ હત્યાકાંડ! શબ્દ આજે નપુંસક છે! આટલું જ નહી એક વીડિયોમાં કહ્યું આજે જે પહલગામમાં હિંદુઓની સાથે નરસંહાર થયો છે. જેમાં 26 લોકોના મોત થયા છે.
ग़लत … ग़लत… ग़लत !!! पहलगाम हत्याकांड!! शब्द आज नपुंसक हैं!! #Pahalgam pic.twitter.com/h5dOOtEQfx
— Anupam Kher (@AnupamPKher) April 22, 2025
અજય દેવગને પણ પહલગામમાં થયેલા આતંકી હુમલા પર દુખ વ્યક્ત કર્યું છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળી દુખ થયું , મારી પ્રાર્થના અને સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.
Shocked to hear about the terrorist attack in Pahalgam. The victims and their families were innocent souls, and what happened is heartbreaking and purely evil. My thoughts and prayers are with them
— Ajay Devgn (@ajaydevgn) April 22, 2025