24 વર્ષ જૂની બ્લોકબસ્ટર કૉમેડી ફિલ્મનો બનશે ‘બીજો ભાગ’, બે દાયકા બાદ ચાહકોની જૂની ઈચ્છા થશે પૂરી

બોલિવૂડની સુપરહિટ અને ફેવરિટ કૉમેડી ફિલ્મોમાં ગણાતી આ માસ્ટરપીસને રિલીઝ થયાને બે દાયકાથી વધુ સમય વીતી ગયો છે. જો કે, બે દાયકા બાદ પણ દર્શકોના દિલમાં આ ફિલ્મનો જાદુ છવાયેલો છે. એવામાં તેની જબરદસ્ત સફળતા બાદ હવે તેના ચાહકો માટે એક અત્યંત રોમાંચક અને મોટા સારા સમાચાર સામે આવ્યા છે.

24 વર્ષ જૂની બ્લોકબસ્ટર કૉમેડી ફિલ્મનો બનશે બીજો ભાગ, બે દાયકા બાદ ચાહકોની જૂની ઈચ્છા થશે પૂરી
| Updated on: Nov 13, 2026 | 4:54 PM

બોલિવૂડની સુપરહિટ કૉમેડી ફિલ્મોમાંની એક ‘આવારા પાગલ દીવાના’ વર્ષ 2002માં રિલીઝ થઈ હતી. આ મૂવીની સફળતા પછી મેકર્સે ઘણીવાર ફિલ્મના સીક્વલ બનાવવાનો નિર્ણય લીધો હતો.

રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, નિર્માતાઓએ હવે ‘આવારા પાગલ દીવાના 2’ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે બે દાયકાથી વધુ સમય પછી સુનિલ શેટ્ટી દ્વારા ફિલ્મના સીક્વલને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. સુનિલ શેટ્ટીએ જણાવ્યું કે, ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં થઈ શકે છે.

સુનીલ શેટ્ટીએ ‘Awara Paagal Deewana 2’ કરી કન્ફર્મ

બૉલિવૂડ હંગામા સાથે વાત કરતા સુનિલ શેટ્ટીએ કન્ફર્મ કરી દીધું છે કે, ‘આવારા પાગલ દીવાના 2’ બની રહી છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ‘આવારા પાગલ દીવાના 2’ પર કામ ચાલી રહ્યું છે? તો તેમણે કહ્યું કે, સીક્વલ ચોક્કસ બનશે અને તેનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થઈ શકે છે. સીક્વલને લઈને શેર કરવામાં આવેલા અપડેટ પછી હવે ફેન્સની અંદર પણ ફિલ્મ જોવાનો ઉત્સાહ વધી ગયો છે.

વર્ષ 2002માં રિલીઝ થયો હતો ‘પહેલો ભાગ’

વર્ષ 2002માં રિલીઝ થયેલી આ ફિલ્મે પોતાની જબરદસ્ત કૉમેડી, શાનદાર સ્ટારકાસ્ટ અને મજેદાર પાત્રોથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. ખાસ કરીને સુનિલ શેટ્ટીનો ‘યેડા અન્ના’ (Yeda Anna) વાળો અંદાજ આજ પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. ‘આવારા પાગલ દીવાના’ નું દિગ્દર્શન વિક્રમ ભટ્ટે કર્યું હતું.


આ મૂવીમાં સુનિલ શેટ્ટીની સાથે અક્ષય કુમાર, પરેશ રાવલ, આફતાબ શિવદાસાણી, અમૃતા અરોડા, આરતી છાબરિયા, પ્રીતિ ઝાંગિયાની, સુપ્રિયા પિલગાંવકર, ઓમ પુરી, જૉની લીવર અને રાહુલ દેવ સહિતના અનેક કલાકારો મહત્વના રોલમાં નજરે પડ્યા હતા.

19 વર્ષ બાદ અચાનક વાયરલ થઈ ઐશ્વર્યા-અભિષેકના ‘લગ્નની કંકોત્રી’, આખરે વેડિંગ કાર્ડમાં શું હતું ‘ખાસ’?

Follow Us
Loading...
Unable to load recommendations.