27 ફેબ્રુઆરીએ બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ અચાનક લાઈમલાઈટમાં આવી ગઈ છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે તે લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ બેડમિન્ટન પ્લેયર મૈથિયાસ બોયે જોડે લગ્ન કરવા જઈ રહી છે. આ સમાચાર સામે આવ્યા બાદ તેના લગ્નની ચર્ચાઓ શરુ થઈ ગઈ. તેના બોયફ્રેન્ડથી લઈને તેના વેડિંગ વેન્યૂ સુધી, આ પ્રકારની ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. આ બધી વાત વચ્ચે તાપસી પન્નુએ તેના પર રિએક્ટ કર્યું છે.
એક ઈન્ટરવ્યુમાં તેના લગ્નને લઈને ચાલી રહેલી ચર્ચાને લઈને સવાલ કરવામાં આવ્યો. પરંતુ તેના પર તાપસીએ કંઈ પણ સ્પષ્ટ કહ્યું ન હતું. તાપસીએ ફક્ત એટલું જ કહ્યું, “મેં મારી પર્સનલ લાઈફને લઈને કોઈને ક્યારે પણ સ્પષ્ટતા કરી નથી અને કરીશ પણ નહીં.” તેના જવાબ પરથી તે સ્પષ્ટ નથી થયું કે તે લગ્ન કરી રહી છે કે નહીં.
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તાપસી અને મૈથિયાસ માર્ચમાં ઉદયપુરમાં લગ્ન કરવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નમાં પરિવારના લોકો અને નજીકના મિત્રો જ હાજર રહેશે. આ વેડિંગ ફંક્શનમાં બોલિવુડ સ્ટાર્સ હાજર રહેશે નહીં. એવું પણ કહેવામાં આવ્યું હતું કે શિખ અને ઈસાઈ ધર્મના રીતિ-રિવાજ મુજબ બંને લગ્ન કરશે. તમને જણાવી દઈએ કે મૈથિયાસ બોયે ડેનમાર્કનો પૂર્વ બેડમિન્ટન પ્લેયર છે, જેને ચાર વર્ષ પહેલા 2020માં નિવૃત્તિ લઈ લીધી છે.
તાપસી પન્નુની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીયે તો તે ગયા વર્ષે ડિસેમ્બરમાં શાહરુખ ખાન સાથે ‘ડંકી’ ફિલ્મમાં જોવા મળી હતી. થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે નેટફ્લિક્સ પર આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. 14 ફેબ્રુઆરીએ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. તે બાદ સતત નેટફ્લિક્સ પર ટ્રેન્ડમાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મની સ્ટોરી ફેન્સને ખૂબ પસંદ આવી હતી અને દુનિયાભરમાં આ ફિલ્મે 450 કરોડથી વધુની કમાણી કરી.
આ પણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં આ મોટી હસ્તીઓ રહેશે હાજર, જુઓ લાંબું લિસ્ટ
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો