AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારે સામાન લઈને જતાં જોવા મળ્યા સિદ્ધાર્થ-કિયારા, યુઝર્સે કહ્યું- આખરે તક મળી, જુઓ Video

હાલમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Kiara Advani - Sidharth Malhotra) તેમના કામમાંથી થોડા દિવસની રજા લઈને ઈટાલીમાં વેકેશન મનાવતા જોવા મળે છે. આ કપલના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ સિદ્ધાર્થ-કિયારાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં આ કપલ ભારે સામાન ઉપાડતા જોવા મળે છે.

ભારે સામાન લઈને જતાં જોવા મળ્યા સિદ્ધાર્થ-કિયારા, યુઝર્સે કહ્યું- આખરે તક મળી, જુઓ Video
Kiara Advani - Sidharth MalhotraImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 5:50 PM
Share

બોલિવુડના લવેબલ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) હાલમાં તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યાં છે. કિયારા અડવાણીએ 31મી જૂને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

ઈટાલીના અમાલ્ફીમાં એક્ટ્રેસના જન્મદિવસની ઉજવણી કરતી વખતે આ કપલના ઘણા વીડિયો વાયરલ થયા હતા. હાલમાં જ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ભારે સામાન લઈને જતા જોવા મળે છે. કેટલાક યુઝર્સ તેને આ વીડિયો પર તેમની ખેંચી રહ્યા છે તો કેટલાક તેના પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

ભારે બેગ લઈને ભીડની વચ્ચે જોવા મળ્યા કિયારા-સિદ્ધાર્થ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો આ વીડિયો એક્ટ્રેસની ફેન ક્લબે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વાયરલ વીડિયોમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની મોટી સૂટકેસ ખેંચતા જોવા મળે છે.

View this post on Instagram

A post shared by <3 (@kiaraaalia)

(VC: Kiaraaalia Instagram)

વીડિયોમાં તે એક મિત્રને મળ્યો અને પછી આગળ વધીને ભીડની વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસી ગયો. આ વીડિયોમાં કિયારા અડવાણી વ્હાઈટ બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા યલો શર્ટ અને ઓલિવ ગ્રીન શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે. તે તેનો ભારે સામાન તેમજ તેની બેગ પેક લઈને જઈ રહ્યો છે.

કિયારા-સિદ્ધાર્થના વીડિયો પર ફેન્સે આપી પ્રતિક્રિયા

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો આ વીડિયો જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ફેન્સ બંનેના વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે તો કેટલાક લોકો કહે છે કે તેમાં શું ખાસ છે. એક યુઝરે લખ્યું છે કે “આમાં ક્યૂટ શું છે? તે સામાન્ય વોક કરી રહ્યો છે અને તેની કાર પકડી રહ્યો છે”.

આ પણ વાંચો : Dream Girl 2 Trailer: આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ડ્રીમ ગર્લ 2 નું ટ્રેલર થયું રિલીઝ, જુઓ Video

અન્ય એક યુઝરે લખ્યું છે કે “કિતને ક્યૂટ લગ રહે હૈ, બંને એક સિમ્પલ કપલ જેવા દેખાઈ રહ્યા છે. ખૂબ જ સરસ… કોઈ એકસ્ટ્રા ટ્રીટમેન્ટની જરૂર નથી”. અન્ય એક યુઝરે લખ્યું છે કે “અચાનક મને લાગે છે કે હું દાદર સ્ટેશનની બહાર ચા પી રહ્યો છું”. અન્ય એક યુઝરે સિદ્ધાર્થ-કિયારા પર કટાક્ષ કરતા કહ્યું કે, “આખરે તેમને પોતાની બેગ લઈ જવાની તક મળી છે”.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">