
અનુષ્કા શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે તે ફિલ્મી પડદા પરથી તે ગાયબ છે, પરંતુ તેની કમાણી દિવસેને દિવસે વધી રહી છે. ફિલ્મો સિવાય અનુષ્કા અન્ય ઘણા કામોથી પણ કમાણી કરે છે. તેણે તેની કારકિર્દીના ખૂબ જ ટૂંકા ગાળામાં જબરજસ્ત ફેન ફોલોઈંગ અને નેટવર્થ મેળવી છે.
આ સિવાય તે બહુ ઓછા સમયમાં ઘણી બ્રાન્ડ્સનો ચહેરો પણ બની ગઈ છે. આજે તેની ગણતરી બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં થાય છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે અને તેમની આવકના સ્ત્રોત શું છે.
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા પોતાની એક્ટિંગ અને સફળ કરિયરના કારણે લક્ઝુરિયસ લાઈફ જીવે છે. અભિનેત્રી લગભગ 350 કરોડ રૂપિયાની માલિક છે. વાર્ષિક કમાણીની વાત કરીએ તો અનુષ્કા દર વર્ષે 45 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. પતિ-પત્ની બંનેની કમ્બાઈન નેટવર્થની વાત કરીએ જેમાં તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલીની સંપત્તિનો સમાવેશ થાય છે, બંનેની કુલ સંપત્તિ 1200 કરોડ રૂપિયા છે. લગ્ન બાદ બંનેએ મુંબઈમાં 34 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. આ સિવાય તેમની પાસે ગુરુગ્રામમાં 80 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ છે.
ફોર્બ્સ ઈન્ડિયા 2019 કેલેન્ડર લિસ્ટ અનુસાર આ કપલ ભારતના સૌથી ધનિક કપલ્સમાંથી એક હતું. આ સિવાય વિરાટ કોહલી પાસે દિલ્હીમાં એક આલીશાન ઘર છે. વિરાટ અને અનુષ્કા પાસે પણ ઘણી લક્ઝુરિયસ કાર છે. અનુષ્કા શર્માએ માત્ર ફિલ્મો અને એડવર્ટાઈઝથી ખૂબ કમાણી કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનુષ્કા શર્મા એક ફિલ્મ માટે 10-12 કરોડ રૂપિયા ફી લે છે. તે જાહેરાતો માટે 4-5 કરોડ રૂપિયાની તગડી ફી લે છે. ફિલ્મો ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, જાહેરાતો, પર્સનલ ઈન્વેસ્ટમેન્ટ અને તેના પોતાના વ્યવસાયમાંથી પણ સારી કમાણી કરે છે. આ સિવાય તે ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી પણ કમાણી કરે છે. તેની પાસે 1 કે 2 નહીં પરંતુ 17 કંપનીઓ સાથે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કોન્ટ્રાક્ટ છે.
આમાં રજનીગંધા પર્લ્સ, ફેશન બ્રાન્ડ Lavie, રૂપા એન્ડ કંપની, કેરોવિત, Standard Chartered Bank, Pure Derm, Ell 18, Centrum India, ગીતાંજલિ, પ્રેગા ન્યૂઝ, ગોદરેજ એક્સપર્ટ, Pantene, બ્રુ કોફી, લિપ્ટન અને પેપ્સીમાંથી મોટી કમાણી કરે છે.
અનુષ્કા શર્મા પાસે ઘણી પ્રોપર્ટી છે. મુંબઈમાં પણ એક આલીશાન ઘર છે. આ સિવાય તેના ગેરેજમાં ઘણી મોંઘી કાર છે. જેમાં LED હેડલાઈટ, Audi R8 V10 Plus સ્પોર્ટ્સ કાર છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીને ઈન્સ્ટા પર 63 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. અભિનેત્રી તેની પુત્રી અને પતિ વિરાટ કોહલી સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે.