
The Family Man Season 3 Official Trailer :બોલિવુડ અભિનેતા મનોજ બાજપેયની સીરિઝ ધ ફેમિલી મેન 3નું ટ્રેલર રિલીઝ થયું છે. સીરિઝમાં આ વખતે અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. આ સીરિઝમાં 2 મોટા સ્ટારની એન્ટ્રી થઈ છે. જે લોકોના રોમાંચમાં વધારો કરશે. ટ્રેલરમાં મનોજ બાજપેયી પોતાની ફેમિલીને પોતાના કામની સચ્ચાઈ બતાવતા જોવા મળી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ સીરિઝમાં મનોજ બાજપેયી નવા દુશ્મનોનો સામનો કરતા જોવા મળી રહ્યા છે.
“ધ ફેમિલી મેન” 3નું ટ્રેલર 2 મિનિટ 49 સેકન્ડ લાંબુ છે. આખા ટ્રેલરમાં મનોજ બાજપેયીનું પાત્ર શ્રીકાંત તિવારી પરેશાન જોવા મળી રહ્યા છે. આ વખતે તેમને પરેશાન કરતા જયદીપ અહલાવત જોવા મળી રહ્યા છે.સીરિઝમાં તે લાંબા વાળ સાથે જોવા મળી રહ્યા છે. તેનું પાત્ર ખુબ ખતરનાક જોવા મળી રહ્યું છે. તે મનોજ બાજપેયી સીરિઝમાં પહેલી વખત નબળા જોવા મળે છે અને તે પોતે ટ્રેલરમાં આ વાત સ્વીકારતો જોવા મળે છે.
આ સીરિઝમાં જયદીપ અહલવાતનું પાત્ર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, અને તે મુખ્ય નેગેટિવ ભૂમિકા ભજવે છે. સિરીઝમાં નિમરત કૌરની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.આ સીરિઝનો પહેલો પાર્ટ 2019માં આવ્યો હતો તે ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો. તેમજ 2021માં બીજી સીઝન આવી હતી. હવે 2025માં 4 વર્ષ બાદ ત્રીજી સીઝન આવી રહી છે.
શ્રીકાંતની પાસે સમય ખુબ ઓછો છે અને પોતાની જવાબદારીઓ અને ફરજને શાનદાર રીતે નિભાવી રહ્યો છે. તે તેમના દુશ્મનો સાથે પણ લડી રહ્યો છે. “ધ ફેમિલી મેન” 3 ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વીડિય પર 21 નવેમ્બરના રોજ રિલીઝ થશે. જેમાં શારિબ હાશ્મી, પ્રિયામણિ,વેંદાત સિંહા,ગુલ પનાગ અને શ્રેયા ઘનવંતરી પણ જોવા મળશે.ચાહકોને ટ્રેલર ખૂબ ગમ્યું છે, પરંતુ આ વખતે પણ તેમણે મુખ્ય અભિનેતા મનોજ બાજપેયી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એક વ્યક્તિએ લખ્યું, “મનોજ બાજપેયી એકલા હાથે સિરીઝને આગળ વધારી છે.”